અમદાવાદના વસ્ત્રાલમાં હત્યાની ઘટના બનતા ચકચાર મચી ગઇ છે. વસ્ત્રાલ મેટ્રો મોલ પાસે દુકાનના માલીકની ભાડૂઆતે હત્યા કરી નાખી છે. પોલીસ સૂત્રો દ્રારા મળતી માહિતી મુજબ દુકાનના માલીક અને ભાડૂઆત વચ્ચે બોલાચાલી થઇ હતી. બંને વચ્ચે કોઇ મુદ્દે વિવાદ થતાં બોલાચાલી ઉગ્ર બની હતી અને ભાડૂઆતે દુકાનના માલીકને મોતના ઘાટ ઉતારી દીધો. મળતી માહિતી મુજબ નજીવી બાબતે બોલાચાલી થતાં દુકાનદારને ભાડૂઆતે મોતના ઘાટ ઉતારી દીધો.
હત્યાની ઘટના વસ્ત્રાલના મેટ્રો મોલ પાસે આવેલા પાનપાર્લરમાં બની હતી. ઘટનાની જાણ થતાં રામોલ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ભાડૂઆતે ક્યા કારણોસરર દુકાનના માલીકની હત્યા કરી નાખી? શું હતો મામલો આ મુદ્દે પોલીસે હાલ તપાસ હાથ ધરી છે અને પોલીસ આરોપીની શોધ કરી રહી છે.
અમદાવાદમાં રાત્રે બન્યો મર્ડરનો બનાવ, એક દુકાનદારની ભાડૂઆતે કરી હત્યા, કારણ જાણી દંગ રહી જશો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
06 Mar 2021 07:05 AM (IST)
અમદાવાદમાં વસ્રાલ વિસ્તારમાં હત્યાની ઘટના બની છે. અહીં એક દુકાનના માલિકને તેના ભાડૂઆતે મોતના ધાટ ઉતારી દીધો. કારણ કંઇક આવું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -