Holashtak 2021: હોળીનું પર્વ પંચાગ અનુસાર 28 માર્ચના રોજ મનાવવામાં આવશે. ધાર્મિક દ્રષ્ટિએ માર્ચ મહિનો ખૂબ મહત્વનો છે. મહાશિવરાત્રિ બાદ હોળીનું પર્વ આવશે.
હોલિકા દહનની સાથે જ હોળીના પર્વનો આરંભ થાય છે. હોળીનું પર્વ દેશભરમાં બે દિવસ સુધી મનાવવામાં આવે છે. ચાલુ વર્ષે હોલિકા દહન 28 માર્ચે થશે. તે પહેલા હોળાષ્ટકનો આરંભ થશે. હોળાષ્ટકના સમાપન સુધી શુભ માંગલિક કાર્યો નથી થઈ શકતાં. એવું માનવામાં આવે છે કે હોળાષ્ટકની શરૂઆતમાં જ ભગવાન શિવે કામદેવને ભસ્મ કર્યાં હતાં. આ સમયગાળા દરમિયાન દરરોજ જુદા જુદા ગ્રહો ઉગ્ર સ્વરૂપમાં હોય છે. તેથી, હોળાષ્ટકમાં શુભ કાર્ય ન કરો, પરંતુ જન્મ અને મરણ પછી કરવામાં આવતા કાર્ય કરી શકો છો.
હોળાષ્ટકનો સમય ભક્તિની શક્તિને પ્રતિબિંબિત કરે છે. આ સમયગાળા દરમિયાન તપ કરવું સારું છે. જ્યારે હોળાષ્ટક શરૂ થાય છે ત્યારે ઝાડની ડાળી કાપીને તેને જમીન પર લગાવો. તેમાં રંગબેરંગી કપડાંના ટુકડા બાંધો. તે ભક્ત પ્રહલાદનું પ્રતીક માનવામાં આવે છે.માન્યતાઓ અનુસાર જે જગ્યાએ હોલિકા દહન માટે એક ઝાડની ડાળીઓ કાપીને જમીન પર લગાવવામાં આવે ત્યાં હોલિકા દહન સુધી કોઈ શુભ કાર્ય કરવામાં આવતું નથી.
હોળાષ્ટકના દિવસોમાં, સંવત અને હોલિકાના પ્રતીક તરીકે લાકડા અથવા ડંડાને જમીનમાં દાટવામાં આવે છે. આ દિવસોમાં જુદી જુદી વસ્તુઓથી હોળી રમાય છે. શિવજી અને કૃષ્ણની પૂજા આ સમય દરમિયાન કરવામાં આવે છે.
પંચાગ અનુસાર હોળાષ્ટક 21 માર્ચથી શરૂ થશે અને 28 માર્ચે સમાપન થશે. આ દિવસોમાં કોઇ પણ શુભ કાર્ય કરવામાં આવતા નથી. હોળાષ્ટકમાં સગાઈ, લગ્ન, સીમંત, નામકરણ, ગૃહ નિર્માણ, ગૃહ પ્રવેશ જેવા કાર્યો કરવામાં આવતા નથી. ચાલુ વર્ષે હોળિકા દહનનું મુહૂર્ત 28 માર્ચ સાંજે 6.37 કલાકથી 8.56 કલાક સુધી છે.
Surat: પાટીદારોના વિસ્તારમાં ગાર્ડનનું નામ બદલીને શું કરી દેવાતાં થયો વિવાદ ? AAP કોર્પોરેટરને શું છે સંબંધ ?
પોલાર્ડ પહેલાં ક્યા ક્રિકેટરો ઈન્ટરનેશનલ મેચમાં એક ઓવરમાં 6 સિક્સર ફટકારી ચૂક્યા છે ?
Holi 2021: જાણો ક્યારથી શરૂ થશે હોળાષ્ટક ? ન કરવા જોઈએ આ કામ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
04 Mar 2021 12:09 PM (IST)
Holi 2021 Date In India Calendar: હોળીનું પર્વ પંચાગ અનુસાર 28 માર્ચના રોજ મનાવવામાં આવશે. ધાર્મિક દ્રષ્ટિએ માર્ચ મહિનો ખૂબ મહત્વનો છે. મહાશિવરાત્રિ બાદ હોળીનું પર્વ આવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -