એન્ટિગાઃ શ્રીલંકાની ટીમ હાલ વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસે છે. આજે બંને ટીમો વચ્ચે પ્રથમ ટી-20 રમાઈ હતી. મેચમાં વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો ફેંસલો લીધો હતો. શ્રીલંકાની ટીમ  20 ઓવરમાં 9 વિકેટે 131 રન બનાવ્યા હતા.

પોલાર્ડની કેપ્ટન ઈનિંગ

મેચ જીતવા 132 રનના ટાર્ગેટને હાંસલ કરવા મેદાન પર ઉતરેલી કેરેબિયન ટીમનો સ્કોર 52 રન પર 0 વિકેટથી 62 રન પર 4 વિકેટ થઈ ગયો હતો. જે બાદ કેપ્ટન પોલાર્ડે કેપ્ટન ઈનિંગ રમી હતી. તેણે 11 બોલમાં 6 છગ્ગાની મદદથી 38 રન ફટકાર્યા હતા. પોલાર્ડે આ તમામ છગ્ગા અકિલા ધનજયની ઓવરમાં ફટકાર્યા હતા.

આ પહેલા ધનજંયે હેટ્રિક લીધી હતી અને તે પછી પોલાર્ડ ફરી વળ્યો હતો. પોલાર્ડે ઇનિંગ્સની છઠ્ઠી ઓવરમાં અકિલા ધનંજયને ધોઈ નાખ્યો હતો. તેણે પ્રથમ બોલે લોન્ગ-ઓન પર, બીજા બોલે ડાઉન ધ ગ્રાઉન્ડ, ત્રીજા બોલે લોન્ગ-ઓફ પર, ચોથા બોલે મિડવિકેટ પર, પાંચમા બોલે ડાઉન ધ ગ્રાઉન્ડ અને છઠ્ઠા બોલે કાઉ કોર્નર પર સિક્સ મારી હતી. પોલાર્ડની આ ઈનિંગ બાદ સોશિયલ મીડિયા પર હેશટેગ યુવરાજ સિંહ, હેશટેગ 6 સિક્સ ટ્રેન્ડ થયું હતું.

ઈન્ટરનેશનલ મેચમાં કોણ કોણ કરી ચુક્યા છે આ કારનામું

યુવરાજ સિંહે 2007ના ટી-20 વર્લ્ડકપમાં ઈંગ્લેન્ડ સામે બ્રોડની ઓવરમાં છ છગ્ગા ઠોક્યા હતા. જે બાદ 2017માં સાઉથ આફ્રિકાની હર્ષલ ગિબ્સે નેધરલેન્ડ સામે આ પરાક્રમ કર્યુ હતું. જ્યારે આજે પોલાર્ડે શ્રીલંકા સામે અકલ્પનીય ઈનિંગ રમી હતી. જેના કારણે તે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં આવું કારનામું કરનારો વેસ્ટ ઈન્ડિઝનો પ્રથમ ક્રિકેટર બન્યો હતો.



શ્રીલંકાના આ બોલરે હેટ્રિક લીધી ને પછીની ઓવરમાં પોલાર્ડે 6 બોલમાં 6 સિક્સર ઠોકીને ગાભા કાઢી નાંખ્યા

ક્રિપ્ટોકરન્સી Bitcoinમાં ફરી લાલચોળ તેજી, જાણો એક બિટકોઈનનો ભાવ કેટલા લાખ રૂપિયાએ પહોંચ્યો