સુરતઃ સુરતમાં  પાટીદાર વિસ્તારમાં આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના  ગાર્ડનનું નામ બદલી દેવાતાં વિવાદ થયો છે. આ ગાર્ડનનું નામ યોગી ગાર્ડન હતું તે બદલીને પાટીદાર ગાર્ડનનું બોર્ડ લગાવી દેવાયું છે. આમ આદમી પાર્ટી (આપ)ના  કોર્પોરેટર ધર્મેશ ભંડેરીની આગેવાનીમાં ગાર્ડન નું નામ બદલાયું હોવાની ચર્ચા ચાલી રહી છે.


મ્યુનિસિપલ કોર્પોરેશનના  ગાર્ડનનું નામ યોગી ગાર્ડનથી બદલીને પાટીદાર ગાર્ડન કરી દેવાયું એ મુદ્દે મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાને કોઈ ખબર નથી. સુરત મનપા દ્વારા આ ગાર્ડન ને યોગી ગાર્ડન નામ આપ્યું હતું. સ્વામિનારાયણ સંપ્રદાયના લોકો ની માંગ ને લઈ મનપા દ્વારા ગાર્ડ નું નામ યોગી ગાર્ડન રાખવામાં આવ્યું હતું પણ સુરત ના પાટીદાર વિસ્તારમાં આ ગાર્ડન આવ્યો હોવાથી આમ આદમી પાર્ટી (આપ)ના  કોર્પોરેટર ધર્મેશ ભંડેરીએ નવું નામ આપ્યું હોવાન ચર્ચા છે. સુરતના વરાછા વિસ્તારમાં આમ આદમી પાર્ટી (આપ)ના  કોર્પોરેટર ધર્મેશ ભંડેરી નિત નવા કાર્યક્રમ કરી રહ્યા છે ને તેના ભાગરૂપે આ નામકરણ કરી દેવાયું હોવાની ચર્ચા છે.