Shani Nakshatra Parivartan 2021: વર્ષ 2020ની જેમ શનિ આ વર્ષે પણ મકર રાશિમાં રહેવાનો છે. 22 જાન્યુઆરીથી શનિનું નક્ષત્ર બદલાયું છે. શનિએ ઉત્તરાષાઢ નક્ષત્રમાં પ્રવેશ કર્યો છે. શનિના નક્ષત્ર પરિવર્તનને જ્યોતિષ શાસ્ત્રીઓ મોટી ઘટના માની રહ્યા છે. આ દરમિયાન કેટલીક રાશિના જાતકોને વધારે સાવધાન રહેવાની સલાહ આપવામાં આવી છે.
મેષ (અ.લ.ઇ.) : આ રાશિના જાતકોએ વધારે સાવધાની રાખવાની જરૂર છે. નક્ષત્ર પરિવર્તન બાદ તમને ધનની હાનિ થઈ શકે છે. તણાવની સમસ્યા વધી શકે છે. ધર્મ કાર્યમાં રસ દાખવજો અને વાણીમાં મીઠાશ જાળવી રાખજો.
વૃષભ (બ.વ.ઉ.) : આ જાતિના જાતકો ઋણ કે મોટા રોકાણથી હાલ દૂર રહે. મકાન નિર્માણ, ગૃહ પ્રવેશ, નવી દુકાન કે કાર્યોના ઉદ્ઘાટ કરવાથી બચજો.
મિથુન (ક.છ.ઘ.) આ રાશિના જાતકો પર શનિની ઢૈય્યા ચાલી રહી છે. આ રાશિના જાતકોએ ધનના મામલે વધારે સાવધાની રાકવાની સલાહ છે. ખર્ચ પર નિયંત્રણ રાખજો અને મન લગાવીને કામ કરજો.
કર્ક (ડ.હ.) આ રાશિના જાતકો માટે શનિનું નક્ષત્ર પરિવર્તન ફાયદાકારક સાબિત થઈ શકે છે. તમને ધનનો લાભ મળી શકે છે. તમારા ગુસ્સા પર કાબુ રાખજો નહીંતર હાથમાં આવેલી તક નીકળી શકે છે.
સિંહ (મ.ટ.) આ રાશિના જાતકોને નોકરી-વેપારમાં મોટો ફાયદો થઈ શકે છે. આ દરમિયાન કરિયરમાં સારો મોકો પણ મળી શકે છે. તાકાતનો ખોટો ઉપયોગ કરવાથી મોટું નુકસાન ઉઠાવવું પડી શકે છે.
કન્યા (પ.ઠ.ણ.) આ રાશિના જાતકોને શુભ સમાચાર મળી શકે છે. પ્રોપર્ટીમાં રોકાણથી લાભ મળી શકે છે. મકાન કે વાહન ખરીદવાનો યોગ બનશે. જોકે રોકાણ પહેલા કોઇ શુભચિંતકની સલાહ જરૂર લો.
તુલા (ર.ત.) આ રાશિના જાતકો પર પણ શનિની ઢૈય્યા ચાલી રહી છે. આ દરમિયાન શનિની પૂજા કરવાથી તમારી મુશ્કેલી ઓછી થઈ શકે છે. શનિને શાંત રાખવાનો ઉપયા કરો અને ગરીબ લોકોની મદદ કરો.
વૃશ્ચિક (ન.ય.) આ રાશિના જાતકોએ થોડી મુશ્કેલી ઉઠાવવી પડી શકે છે. ભ્રમના કારણે હાથમાં આવેલી તક જતી રહેશે. ધીરજ જાળવી રાખજો.
ધન (ભ.ધ.ફ.ઢ.) આ રાશિના જાતકો પર શનિદેવની સાડાસાતી ચાલી રહી છે. દામ્પત્ય જીવનમાં મધુરતા બનાવી રાખવાનો પ્રયાસ કરો. હરિફો નુકસાન પહોંચાડવાની કોશિશ કરી શકે છે. ધનના મામલે સ્થિતિ થોડી ખરાબ થઈ શકે છે.
મકર (ખ.જ.) શનિ હાલ આ રાશિમાં છે અને સાડા સાતી પણ ચાલ રહી છે. ધન પ્રાપ્ત કરવા માટે કઠોર પરિશ્રમ કરવો પડશે. મનેને શાંત રાખવાથી મુશ્કેલી સરળ થશે.
કુંભ (ગ.શ.ષ.સ.) આ રાશિના જાતકો પર શનિની સાડા સાતી ચાલી રહી છે. પરંતુ તેનાથી વધારે મુશ્કેલી નહીં થાય. આ દરમિયાન પ્રસન્ન રહેશો અને આગળ વધવાનો મોકો મળી શકે છે. ખોટા કાર્યોથી બચજો.
મીન (દ.ચ.ઝ.થ.) આ રાશિના જાતકોને મિશ્ર પરિણામ મળશે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખજો. લડાઇ-ઝઘડાથી દૂર રહેજો. પરિવારના સભ્યોની મદદ માટે આગળ આવજો. વાણી દોષના કારણે નુકસાન ઉઠાવવું પડી શકે છે.
ઈંગ્લેન્ડનો આ સ્ટાર ક્રિકેટર ભારત આવવા થયો રવાના, તસવીર શેર કરી ભારતને લઈ કરી આ વાત
Farmers Protest: લુધિયાણામાં કૃષિ કાયદાના વિરોધમાં મહિલાઓએ કાઢી ટ્રેક્ટર રેલી, જુઓ તસવીરો
Shani 2021: શનિનું નક્ષત્ર પરિવર્તન, જાણો કઈ રાશિના લોકોની વધી શકે છે મુશ્કેલી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
24 Jan 2021 05:33 PM (IST)
વર્ષ 2020ની જેમ શનિ આ વર્ષે પણ મકર રાશિમાં રહેવાનો છે. 22 જાન્યુઆરીથી શનિનું નક્ષત્ર બદલાયું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -