Vastu Tips: દરેક વ્યક્તિને પોતાના ઘરનું સપનું હોય છે. સુખ, શાંતિ અને સમૃદ્ધિ સમા મકાનને ખરીદવા, બનાવવા માટે લોકો અસંખ્ય પ્રયત્નો કરે છે. યોગ્ય સ્થાન શોધવા વાસ્તુ નિયમો અપનાવે છે.


મકાન ખરીદતાં પહેલા સૌ પ્રથમ જમીન ખૂબ જ પાણીદાર અથવા ખડકાળ નથી તે જુઓ. આ જમીન પર બાંધવામાં આવેલા મકાનમાં રહેતા લોકોમાં અસ્થિરતા અને અનિશ્ચિતતા હોય છે.

દક્ષિણ મુખી મકાનમાં મંગળ અને શુક્ર ફક્ત બળવાન લોકોને ફળે છે. આવા ઘરોમાં પ્લોટ હોય છે, વ્યવસાયિક પરિસર વધુ અસરકારક બને છે. આવા મકાનમાં રહેતા લોકો સાહસિક હોય છે પરંતુ સતર્કતા ઓછી હોય છે.

દક્ષિણ-પશ્ચિમ તરફ ઢળતાં પ્લોટ પર ઘર બનાવતા પહેલા વોટર લેવલ યોગ્ય કરીને બાંધકામનો આરંભ કરો. ઉત્તર તથા પૂર્વ દિશાનું ક્ષેત્ર પશ્ચિમ અને દક્ષિણથી ઊંચુ રહેવા પર વાસ્તુ દોષ આવી શકે છે. તેનાથી ઘર માલિક વિવિધ વિવાદોમાં ફસાઈ શકે છે.

મુખ્ય સડકના કિનારે રહેવા માટે ઘર બનવવા કરતાં થોડું દૂર બનાવવું જોઈએ. બે ઘરની વચ્ચે તુલનાત્મક રીતે ખૂબ સાંકડી જગ્યા હોય તો લેવાથી બચવું જોઈએ. ઘર માટે સિંહ મુખી આકારના પ્લોટની પસંદગી ન કરો.

વાસ્તુશાસ્ત્રને ધ્યાનમાં રાખીને ઘરની પસંદગી કરવામાં આવે તો અનેક મુશ્કેલીઓથી બચી શકાય છે. નહીંતર ક્યારેક ઘરની સુખ, શાંતિ, સમૃદ્ધિમાં અડચણો આવી શકે છે.

રાશિફળ 4 ફેબ્રુઆરીઃ આજે આ રાશિના જાતકોને મનમાની કરવી પડી શકે છે મોંઘી, જાણો શું કહે છે તમારું રાશિફળ

મોદી સરકાર વેચી રહી છે સસ્તામાં સોનું, ખરીદવા માટે છે માત્ર બે જ દિવસ