આજનું રાશિફળઃ પંચાગ અનુસાર આજે પોષ વદ સાતમની તિથિ છે. આજે સ્વાતિ નક્ષત્ર અને ચંદ્ર તુલા રાશિમાં છે. આજે કેટલીક રાશિના જાતકોએ ખાસ સાવધાની રાખવાની જરૂર છે.

મેષ  (અ.લ.ઇ.)   આજે ક્રિએટિવ કાર્યો પર ફોક્સ કરવાનું લાભદાયી રહેશે. સામાજિક કાર્યોમાં ભાગ લેવાથી સન્માન વધશે. ઓનલાઇન શોપિંગ કરતી વખતે સાવધાન રહેજો.

વૃષભ (બ.વ.ઉ.)   આજે કાર્યસ્થળ હોય કે સામાજિક જીવન, દરેક જગ્યાએ હરિફાઇનો સામનો કરવો પડશે. આ તમામ પરિસ્થિતિનો મુકાબલો કરવા તૈયાર રહેજો.

મિથુન  (ક.છ.ઘ.)  આજથી જ  મહત્વપૂર્ણ કામોની તૈયારીમાં લાગી જાવ. રોકાણ સંબંધી પ્લાનિંગ કરી શકો છો. પરિવારમાંથી શુભ સમાચાર મળી શકે છે.

કર્ક  (ડ.હ.) આજે તમારા હસી મજાકના સ્વભાવથી તમામનું દિલ જીતી શકો છો. ઘરના પેંડિંગ કાર્યોને પૂરા કરજો. નાના બાળકો અને વડીલોની મદદ કરજો.

સિંહ  (મ.ટ.)  આજે નજીકના વ્યક્તિઓની ખુશીનો ખ્યાલ રાખીને તેમની સમસ્યાઓ પૂછજો અને શક્ય તમામ નિદાનનો પ્રયાસ કરજો. નોકરીના તણાવને ધૈર્ય સાથે હેન્ડલ કરો.

કન્યા  (પ.ઠ.ણ.)  આજા દિવસે મહત્વપૂર્ણ કામમાં વિલંબ થતાં નિરાશ થઈ શકો છો. સ્થળાંતરની પૂરી સંભાવના છે. કાપડનો વેપાર કરતાં લોકોને લાભ થશે.

તુલા   (ર.ત.)  આજના દિવસે બિનજરૂરી ક્રોધથી બચજો. ઓફિસમાં ટીમ સાથે મળીને કામ કરજો. ઘરમાં ધીરજ અને પ્રસન્નતાનો માહોલ બનાવવાનો પ્રયાસ કરો.

વૃશ્ચિક (ન.ય.)  આજના દિવસે પસંદગીના કાર્યો પૂરા કરવામાં વ્યતિત કરજો. કામ અર્થે શહેરથી બહાર જવાનું થઈ શખે છે. યાત્રા સુખદ રહેશે. તમામ લોકો સાથે સારો વ્યવહાર કરજો.

ધન  (ભ.ધ.ફ.ઢ.)  બિનજરૂરી મુદ્દા પર ચર્ચા માટે આજનો દિવસ સારો છે. દાંપત્ય જીવનમાં તણાવ વધી રહ્યો હોય તેને નિયંત્રિત કરવો જરૂરી છે.

 મકર  (ખ.જ.)   આજે કોઇપણ પ્રકારની શંકાથી દૂર રહેજો. આજે અચાનક ઘરેલુ પરેશાની તણાવ વધારી શકે છે. તમામ સાથે મળીને સમાધાન લાવી શકો છો.

કુંભ  (ગ.શ.ષ.સ.) આજના દિવસે મેનેજમેન્ટ અને પરિશ્રમથી તમે ઉર્જાથી ભરપૂર રહેજો. તમારા અટકેલા કામ બનતા નજરે પડી રહી છે. આજે મનમાની કરવી પડી શકે છે.

મીન (દ.ચ.ઝ.થ) આજના દિવસે વર્તમાનનો લાભ જોઈ કોઈ રોકાણ ન કરતાં. ઉચ્ચ અધિકારી તમારા કામ પર નજર રાખી રહ્યા હોવાથી બેદરકારી ન દાખવતા. પરિવાર સાથે સમય વીતાવવાનો સારો મોકો મળશે.