Aaj Nu Panchang 18 August 2024: શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની ચતુર્દશી તિથિ રવિવાર છે. રવિવાર (Ravivar)ના દિવસે સૂર્ય ભગવાનને અર્ઘ્ય અર્પણ કરવું, સૂર્ય મંત્રનો જાપ અને સૂર્ય ચાલીસાનો 11 વાર પાઠ કરવાથી કરિયર અને આર્થિક જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓ દૂર થઈ શકે છે.
આ સિવાય સૂર્યદેવને પ્રસન્ન કરવા માટે ગોળ, દૂધ, ચોખા અને કપડાંનું દાન કરો. તેનાથી સૂર્ય ભગવાન પ્રસન્ન થશે અને તમને તમારા દરેક કાર્યમાં સફળતા મળશે.
રવિવારે લાલ ચંદન(Laal Chandan)નું તિલક લગાવીને ઘરની બહાર નીકળવું જોઈએ. આમ કરવાથી તમે જે પણ કામ માટે બહાર જાવ છો તેમાં તમને સફળતા મળે છે. આ સાથે રવિવારે લાલ રંગના કપડા પહેરવા પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે.
ચાલો જાણીએ આજના શુભ અને અશુભ મૂહુર્ત (Shubh muhurat 18 August 2024), રાહુકાળ, શુભ યોગ, ગ્રહ પરિવર્તન, ઉપવાસ અને તહેવારો, આજના પંચાંગની તારીખ.
આજનું કેલેન્ડર, 18 ઓગસ્ટ 2024 (Calendar 18 August 2024)
તિથિ | ચતુર્દશી (18 ઓગસ્ટ 2024, સવારે 05.51 - 19 ઓગસ્ટ 2024,સવારે 03.05) |
પક્ષ | શુક્લ |
વાર | રવિવાર |
નક્ષત્ર | ઉતરાષાઢા |
યોગ | આયુષ્યમાન, સૌભાગ્ય, રવિ યોગ, સર્વાર્થ સિદ્ધિ યોગ |
રાહુકાળ | સાંજે 05.20 - સાંજે 06.56 |
સૂર્યોદય | સવારે 06.05 - સાંજે 06.57 |
ચંદ્રોદય |
સાજે 06.07 - સવારે 05.18, 19 ઓગસ્ટ |
દિશા શુલ | પશ્ચિમ |
ચંદ્ર રાશિ |
મકર |
સૂર્ય રાશિ | કર્ક |
શુભ મુહૂર્ત, 18 ઓગસ્ટ 2024
બ્રહ્મ મુહૂર્ત | સવારે 04.20 - સવારે 05.03 |
અભિજિત મુહૂર્ત | બપોરે 12.06 - બપોરે 12.58 |
સંધિકાળ સમય | રાત્રે 07.09 - રાત્રે 07.30 |
વિજય મુહૂર્ત | બપોરે 02.42 - બપોરે 03.36 |
અમૃત કાલ મુહૂર્ત | રાત્રે 10.40 - સવારે: 12.08, 19 ઓગસ્ટ |
નિશિતા કાલ મુહૂર્ત | રાત્રે12.08 - સવારે 12.53, 19 ઓગસ્ટ |
18 ઓગસ્ટ 2024 અશુભ મુહૂર્ત
યમગણ્ડ- બપોરે 12.30 - બપોરે 02.07
વિડાલ યોગ - સવારે 06.50 - સવારે 11.43
આડલ યોગ - સવારે 11.43 - સવારે 06.05, 19 ઓગસ્ટ
ગુલિક કાળ- બપોરે 03.43 - સાંજે 05.20
આજનો ઉપાય
આજે શ્રાવણનો રવિવાર છે, જો તમે ભોલેનાથ (Shiv ji) અને સૂર્યદેવ (Surya dev)ના આશીર્વાદ મેળવવા માંગતા હોવ તો આજે સાંજે પીપળના ઝાડ નીચે લોટનો ચારમુખી દીવો પ્રગટાવો અને પછી સૂર્યાષ્ટકનો પાઠ કરો.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.
આ પણ વાંચો....