Amla Navami 2022: કારતક મહિના સુદ પક્ષની નવમીના રોજ આમળા (આંબળા) નવમીની ઉજવણી કરવામાં આવે છે. તેને અક્ષય નવમી પણ કહેવામાં આવે છે. હિન્દુ ધર્મમાં ઘણા વૃક્ષો પૂજનીય માનવામાં આવે છે, તેમાંથી એક આમળા છે. અક્ષય નવમી પર આમળાના ઝાડની પૂજા કરવાનો અને તેની નીચે જમવાનું માહાત્મ્ય છે. આમળાના ઝાડમાં ભગવાન વિષ્ણુનો વાસ છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે તેમની પૂજા કરવાથી દેવી લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે અને જીવનમાં ખુશીઓ આવે છે. આવો જાણીએ ક્યારે છે આમળા નવમી, મુહૂર્ત અને મહત્વ
આમળા નવમી 2022 ક્યારે છે
આમળા નવમી આ વર્ષે 2જી નવેમ્બર 2022, બુધવારે ઉજવવામાં આવશે. આ દિવસે આમળાના ઝાડમાં સૂતર બાંધીને પરિક્રમા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તે ઇચ્છિત પરિણામ આપે છે.
આમળા નવમી 2022 મુહૂર્ત
હિંદુ કેલેન્ડર મુજબ, કારતક મહિનાના સુદ પક્ષની અક્ષય નવમી તારીખ 01 નવેમ્બર 2022 ના રોજ રાત્રે 11:04 વાગ્યે શરૂ થશે અને 02 નવેમ્બર 2022 ના રોજ રાત્રે 09:09 વાગ્યે સમાપ્ત થશે. આમળા નવમીનો તહેવાર 02 નવેમ્બરે ઉજવવામાં આવશે
- પૂજા મુહૂર્ત - સવારે 06:34 થી બપોરે 12.04
- અભિજિત મુહૂર્ત - 11:55 am થી 12:37 pm
આમળા નવમીનું મહત્વ
- પદ્મ પુરાણ અનુસાર આમળાના ઝાડને વિષ્ણુનું સ્વરૂપ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે આમળા નવમીના દિવસે તેની પૂજા કરવાથી તમામ પાપોનો નાશ થાય છે.
- ધાર્મિક માન્યતાઓ અનુસાર ભગવાન આમળાના ઝાડના મૂળમાં વિષ્ણુ, ઉપર બ્રહ્મા, સ્કંદમાં રુદ્ર, શાખાઓમાં મુનિગણ, પાંદડામાં વસુ, ફૂલોમાં પિતૃઓ અને ફળોમાં પ્રજાપતિનો વાસ છે. જે વ્યક્તિ તેની પૂજા કરે છે તેને ધન, લગ્ન, સંતાન, દાંપત્ય જીવન સંબંધિત સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે.
- આમળાની પૂજા કરવાથી ગાયનું દાન કરવા જેવું જ પુણ્ય મળે છે. અક્ષય નવમીનો દિવસ સુખ-સમૃદ્ધિ અને દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે.
શું છે પૌરાણિક કથા
આ દિવસથી દ્વાપર યુગનો પ્રારંભ થયો હતો. આ દિવસે કૃષ્ણએ કંસનો વધ પણ કર્યો હતો અને ધર્મની સ્થાપના કરી હતી. આમળાને અમરત્વનુ ફળ પણ કહેવામાં આવે છે. આ દિવસે આમળાનુ સેવન કરવાથી આરોગ્યનુ વરદાન મળે છે. આમળાના વૃક્ષની નીચે ભોજન કરવાથી ઉત્તમ સ્વાસ્થ્યની પ્રાપ્તિ થાય છે.
Disclaimer : અહીં આપેલી માહિતી માત્ર ધારણા અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.