Masik Durga Ashtami: દર મહિનાના સુદ પક્ષની અષ્ટમી તિથિને માસિક દુર્ગાષ્ટમી  તરીકે ઉજવવામાં આવે છે. ધાર્મિક દૃષ્ટિએ માસિક દુર્ગાષ્ટમીનું વિશેષ મહત્વ છે. આ તિથિ મા દુર્ગાને સમર્પિત છે. આ દિવસે મા દુર્ગાની પૂજા કરવાનો નિયમ છે. આ દિવસે વ્રત કરવાથી મા દુર્ગા પ્રસન્ન થાય છે અને ભક્તોના તમામ દુ:ખ દૂર કરે છે. એટલું જ નહીં, તે ભક્તોને મુશ્કેલીઓથી બચાવે છે અને તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે.  


માસિક દુર્ગાષ્ટમી પૂજા સામગ્રી


રોલી અથવા કુમકુમ, દીવો, રૂ કે વાટ, ઘી, લવિંગ, કપૂર, એલચી, સૂકો ધૂપ, નાડાછડી, નારિયેળ, ચોખા, પાન, પૂજા માટેની સોપારી, ફૂલો, ફળો, મીઠાઈઓ, લાલ ચુંદડી, શ્રુંગાર વગેરેને એક થાળીમાં રાખો.


દુર્ગાષ્ટમી પૂજા વિધિ દુર્ગાષ્ટમી પૂજન વિધિ



  • બ્રહ્મ મુહૂર્તમાં સવારે ઉઠીને ઘર અને પૂજા સ્થળની સફાઈ કરો અને સ્નાન કર્યા પછી સ્વચ્છ વસ્ત્રો પહેરો.

  • પૂજા સ્થાન પર ગંગાજળનો છંટકાવ કરો. આ પછી, લાકડાની ચોકી પર લાલ આસન બિછાવો અને તેના પર મા દુર્ગાનું ચિત્ર અથવા પ્રતિમા સ્થાપિત કરો.

  • આ પછી મા દુર્ગાને લાલ રંગની ચુંદડી ચઢાવો અને શ્રુંગાર અર્પણ કરો.

  • હવે તેમની સામે ધૂપ, દીવો પ્રગટાવો. કુમકુમ અને અક્ષતથી તિલક કરો. મોલી, લાલ ફૂલ, લવિંગ, કપૂર વગેરેથી વિધિપૂર્વક પૂજા કરો.

  • પાનની ટોચ પર સોપારી અને એલચી મૂકો અને તેને ચોકી પર મા દુર્ગાની સામે મૂકો. આ પછી મા દુર્ગાને ફળ અને મીઠાઈઓ ચઢાવો.

  • પૂજા દરમિયાન દુર્ગા ચાલીસાનો પાઠ કરો.

  • મા દુર્ગાની પૂજા કર્યા પછી મા દુર્ગાની આરતી કરો અને પૂજામાં જાણતા અજાણતા થયેલી ભૂલની માફી માગો.  આમ કરવાથી દેવી પ્રસન્ન થાય છે.


Disclaimer : અહીં આપેલી માહિતી માત્ર ધારણા અને માન્યતા  પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.


આ પણ વાંચોઃ


Mangal Upay: શનિની ઢૈયાથી પરેશાન હોવ તો મંગળવારે કરો આ કામ, હનુમાન દાદા કરશે કૃપા