જ્યોતિષ શાસ્ત્ર મુજબ આવનાર ફેબ્રુઆરી માસ દરેક રાશિ માટે મહત્વપૂર્ણ સાબિત થશે. શનિને મુખ્ય ગ્રહ માનવામાં આવે છે. શનિદેવના ન્યાયના દેવતા પણ કહેવાય છે. આ સમયે શનિ મકર રાશિ પર ગોચર કરી રહ્યું છે. જે તેની પોતાની રાશિ કહેવાય છે. શનિના હાલ શ્રવણ નક્ષત્રમાં ભ્રમણ કરી રહ્યા છે. તો શનિ પરિવર્તનની આ પાંચ રાશિ પર વિશેષ અસર થશે.
આ પાંચ રાશિને રાખવું પડશે વિશેષ ધ્યાન
શનિના આ નક્ષત્ર પરિવર્તન દરમિયાન તે રાશિઓને વિશેષ ધ્યાન આપવું પડશે. જેના પર શનિની મહાદશા છે. જે રાશિમાં શનિની સાડાસાતી ચાલતી હોય તેવી રાશિ પર શનિના નક્ષત્રની વિશેષ અસર થશે.
મિથુન રાશિ
મિથુન રાશિને 10 ફેબુઆરી સુધી ધન અને સ્વાસ્થ્ય બંને બાબતે સાવધાન રાખવાની જરૂર છે. શનિના દુષ્પ્રભાવથી બચવા માટે નિર્ધનને દાન કરો અને નબળી વ્યક્તિનું અપમાન ન કરો.
તુલા રાશિ
તુલા રાશિના જાતકે જોબ, કરિયર, બિઝનેસ વગેરે બાબતે સંભાળવું પડશે, શનિ નક્ષત્રનું પરિભ્રમણના દુષ્પ્રભાવથી બચવા માટે ખાસ કરીને શનિવારે નિર્ધનને દાન આપો. આ સમયે વિલંબમાં પડેલા કાર્યો પૂર્ણ થશે.
ધનુ રાશિ
ધનુ રાશિમાં શનિની સાઢાસાતી ચાલી રહી છે. સાઢાસાતી દરમિયાન શનિ દરેક કાર્યમાં પડકારો ઉભા કરે છે. આ સમયમાં ધનનો વ્યય પણ થઇ શકે છે. છુપા દુશ્મન અને પ્રતિસ્પર્ધી નુકસાન પહોંચાડવાની કોશિશ કરી શકે છે. શનિ દેવની અવકૃપાથી બચવા માટે શનિવારે શનિ દેવના જાપ કરવાની સાથે દાન અવશ્ય કરો
મકર રાશિ
મકર રાશિમાં શનિની સાથે ગુરૂ અને સૂર્ય હાજર છે. ફેબ્રુઆરીમાં આપની રાશિમાં સપ્તગ્રહી યોગ બની રહ્યો છે. જો કે આ સમય સાવધાન રહેવાનો પણ છે. આ સમયે ધૈર્ય બનાવી રાખો. રોકાણના મુદ્દે કોઇપણ પ્રકારની ઉતાવળ ન કરવી.
કુંભરાશિ
કુંભ રાશિ પર પણ શનિની સાડાસાતી ચાલી રહી છે. શનિનું નક્ષત્રમા પરિભ્રમણ આ રાશિના જાતક માટે શુભ અશુભ બને ફળ આપનારૂ છે. આ સમય દરમિયાન જરૂરિયામંદ લોકોની મદદ કરો તો સમયનો યોગ્ય લાભ ઉઠાવી શકશો
શનિના નક્ષત્ર ભમ્રણની આ પાંચ રાશિ પર સૌથી વધુ અસર થશે, જાણો ઉપાય
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
29 Jan 2021 04:51 PM (IST)
વર્ષ 2021માં શનિદેવ રાશિમાં પરિભ્રમણ નથી કરી રહ્યાં પરંતુ 22 જાન્યુઆરીથી નક્ષત્ર પરિભ્રમણ શરૂ થઇ ગયું છે. આ નક્ષત્રનું પરિભ્રમણ પાંચ રાશિ પર અસર કરી રહ્યું છે. તો જાણીએ કઇ રાશિ પર શનિના નક્ષત્ર પરિભ્રમણની અસર થાય છે...
- - - - - - - - - Advertisement - - - - - - - - -