Jyotish: વૈદિક જ્યોતિષમાં વૃક્ષો અને છોડને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. કેટલાક વૃક્ષો અને છોડ પૂજનીય હોય છે તો કેટલાક વાસ્તુ અનુસાર ફાયદાકારક હોય છે. આમાંથી એક નાગકેસર છોડ છે. વાસ્તુ નિષ્ણાતો કહે છે કે ઘરમાં નાગકેસરનો છોડ લગાવવાથી વ્યક્તિની તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે. તે એક ચમત્કારી છોડ માનવામાં આવે છે, તે વ્યક્તિને ધન લાભની સાથે માન-સન્માન મેળવવામાં મદદ કરે છે.
નાગકેસરના ફાયદા
આર્થિક તંગી દૂર કરવા માટે
આર્થિક તંગી દૂર કરવા માટે કોઈપણ મહિનાના શુક્લ પક્ષની શુક્રવારે રાત્રે ચાંદીના નાના ડબ્બામાં નાગકેસર અને થોડું મધ મિક્સ કરીને બંધ કરો. આ પછી બોક્સને તિજોરી અથવા માળિયામાં રાખો. પૈસા થોડા દિવસોમાં આવવા લાગશે. દિવાળીના દિવસે પણ પ્રયોગ કરી શકાય છે. એવું માનવામાં આવે છે કે નાગકેસર ભગવાન શિવને ખૂબ જ પ્રિય છે. તેથી સોમવારના દિવસે ભોલેનાથને નાગકેસર અર્પણ કરવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે.
સુખ સમૃદ્ધિ માટે
નાગકેસરના છોડનો ઉપયોગ સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્ય મેળવવા માટે પણ થાય છે. આ માટે નાગકેસર, હળદર, સોપારી, તાંબાનો સિક્કો પીળા કપડામાં બાંધીને ભગવાન શિવને અર્પણ કરો અને પછી વિધિ-વિધાનથી પૂજા કરો. જે બાદ તેને દુકાનમાં રાખો. લાભ થશે.
વાસ્તુ દોષ
વાસ્તુમાં નાગકેસરનું મહત્વ પણ જણાવવામાં આવ્યું છે. ઘરના વાસ્તુ દોષોને દૂર કરવા માટે નાગકેસરના લાકડાથી હવન કરો. તેનાથી ઘરમાં સકારાત્મકતા આવે છે અને તેનો ધુમાડો વાતાવરણને શુદ્ધ કરે છે.
વ્યવસાયમાં લાભ માટે
જો તમારે ધંધામાં ફાયદો જોઈતો હોય તો નિર્ગુંદીના મૂળ, નાગકેસરનું ફૂલ અને પીળા સરસવના દાણા લઈને કોઈપણ શુભ સમયે તેને સ્વચ્છ કપડામાં બાંધી લો અને તેની પોટલી બનાવી લો. તેને દુકાન કે ઓફિસમાં લટકાવી દો. આમ કરવાથી બિઝનેસમાં પ્રગતિ થશે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો.