શસ્ત્રોમાં કહેવાયું છે કે સ્નાન હંમેશા વહેલી સવારે જ કરવું જોઈએ. વહેલી સવારે સ્નાન કરવાથી અઢળક લાભ થાય છે. સ્નાન કરતા સમયે આ ખાસ જણાવેલી વાતોનું ધ્યાન રાખવામાં આવે તો બધા જ દેવી-દેવતાઓની કૃપા પ્રાપ્ત થઇ શકે છે. ઉપરાંત જાતકના કુંડળીના દોષ પણ શાંત થઇ શકે છે અને સ્વાસ્થ્ય લાભ પણ પ્રાપ્ત થાય છે.
સૂર્યાસ્ત પછી સ્નાન કરે છે તેમનામાં આળસનું પ્રમાણ વધારે રહે છે
શાસ્ત્રો મુજબ સવારે જલ્દી ઊઠવું ખૂબ જ જરૂરી છે. જલ્દી ઉઠીને સૂર્યોદય પહેલાં સ્નાન કરવાથી ત્વચામાં એક ચમક આવે છે. અને શરીર તમારું સ્ફૂર્તિલું રહે છે. આખો દિવસ આળસ આવતી નથી. જ્યારે જે લોકો સૂર્યાસ્ત પછી સ્નાન કરે છે તેમનામાં આળસનું પ્રમાણ વધારે રહે છે. આવા લોકો જલ્દી થાકી જાય છે અને નાની ઉમરમાં જ ત્વચાની ચમક ઓછી થઇ શકે છે. સવારે જલ્દી જાગીને સ્નાન કર્યા પછી દરરોજ સૂર્યોદયના સમયે સૂર્યને જળ અર્પિત કરવું જોઇએ. સૂર્યને જળ અર્પણ કરવાથી માન-સન્માનની પ્રાપ્તિ થાય છે ઓફિસ હોય અથવા ઘર તમારા કાર્યોની હમેશાં પ્રશંસા થતી રહે છે.
વહેલું સ્નાન કરવાના ફાયદા
શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ સવારે વહેલા ઉઠીને સ્નાન કરવાથી શરીર શક્તિશાળી બને છે. રોગોની સામે લડવાની ક્ષમતા વધે છે અને ઘણી બીમારીઓથી પણ બચાવે છે. સવારે જલ્દી સ્નાન કરવા માટે જલ્દી જાગવું પડે છે જેના કારણે વૈચારિક પવિત્રતા વધે છે. ખોટા વિચારો નષ્ટ થઇ જાય છે. મોટાભાગની પરિસ્થિતિઓમાં સવારના સમયમાં વિચારોની પવિત્રતા ભંગ થાય છે.
બ્રહ્મ મુહૂર્તમાં પથારી છોડી દેવાથી અશુદ્ધ વિચાર અને ખરાબ સપનાઓથી મુક્તિ મળે
જલ્દી જાગનાર વ્યક્તિની માનસિક શક્તિ પણ વધશે બુદ્ધિનો વિકાસ થશે. બુદ્ધિના વિકાસ સાથે પરિસ્થિતિ મુજબ યોગ્ય નિર્ણય લેવાની ક્ષમતા પણ વધશે. જે લોકો સવારે સૂતા રહે છે તેમને ખરાબ સપનાઓનો સામનો કરવો પડે છે. બ્રહ્મ મુહૂર્તમાં પથારી છોડી દેવાથી અશુદ્ધ વિચાર અને ખરાબ સપનાઓથી મુક્તિ મળે છે અને આળસ દૂર થાય છે. શાસ્ત્રોની માન્યતા છે કે જલ્દી સ્નાન કરનાર વ્યક્તિને ઘર-પરિવાર અને સમાજમાં માન- સન્માનની પ્રાપ્તિ થાય છે. જલ્દી સ્નાન કરવાથી દિવસની શરૂઆત જલ્દી થાય છે કામ કરવા માટે વધારે સમય મળી શકે છે કામ યોગ્ય થશે તો આપમેળે સન્માન પ્રાપ્ત થશે.