Chaitra Navaratri Ashtami 2024: ચૈત્ર નવરાત્રિનો મહાપર્વ ચાલી રહ્યો છે. નવરાત્રિની આઠમ તિથિ 16 એપ્રિલે મનાવવામાં આવશે. આ દિવસે માતાના આઠમા સ્વરૂપ મા મહાગૌરીની પૂજા કરવામાં આવે છે. આઠમના દિવસે કુલ દેવીની પૂજા સાથે મા કાલી, દક્ષિણ કાલી, ભદ્રકાલી અને મહાકાળીની પણ પૂજા કરવામાં આવે છે.


માતા મહાગૌરીને અન્નપૂર્ણાનું સ્વરૂપ માનવામાં આવે છે. તેથી આ દિવસે માતા અન્નપૂર્ણાની પણ પૂજા કરવામાં આવે છે. આઠમના દિવસે અનેક નિયમોનું પાલન કરવામાં આવે છે. આવો જાણીએ આ દિવસે કયા કાર્યો ભૂલથી પણ ન કરવા જોઈએ.


આઠમના દિવસે આ ના કરો


ભૂલથી પણ આ દિવસે મોડે સુધી ઊંઘવું નહીં. આ દિવસે સવારે વહેલા ઉઠો, સ્નાન કરો અને માતાનો પાઠ કરો. જો તમે આ દિવસે વ્રત ન રાખ્યું હોય તો પણ તમારે જલ્દી સ્નાન કરવું જોઈએ અને પૂજા કરવી જોઈએ.


આ દિવસે પૂજામાં કાળા રંગના કપડા પહેરવાની ભૂલ ન કરવી. આઠમના દિવસે હવન વિના પૂજા ન કરવી જોઈએ. પૂજા હવન કર્યા વિના અધૂરી માનવામાં આવે છે. હવન કરતી વખતે પ્રસાદનું ખાસ ધ્યાન રાખવું.


આ દિવસે હવન કરતી વખતે આ વાતનું ધ્યાન રાખો કે હવનની સામગ્રી કુંડમાંથી બહાર ન આવવી જોઈએ. માતાની પૂજા કરતી વખતે મન સંપૂર્ણપણે શાંત હોવું જોઈએ. સંપૂર્ણ ભક્તિભાવથી દેવી દૂર્ગાની પૂજા કરવાથી જ પૂજાનું ફળ પ્રાપ્ત થાય છે.


પૂજાના નિયમો


આઠમના દિવસે દેવી દુર્ગાની ષોડશોપચાર પૂજા કરવામાં આવે છે. આ દિવસે દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. તેથી આ દિવસે નવ માટીના વાસણો રાખવામાં આવે છે અને ધ્યાન દ્વારા દેવી દૂર્ગાના નવ સ્વરૂપોનું આહ્વાન કરવામાં આવે છે.


આઠમના દિવસે દૂર્ગા ચાલીસા અને દૂર્ગા સપ્તશતીનો પાઠ અવશ્ય કરવો. આ દિવસે વિવાહિત મહિલાઓએ મા ગૌરીને લાલ ચૂંદડી અર્પણ કરવી જોઈએ. આમ કરવાથી તેમના પતિને લાંબા આયુષ્યનું વરદાન મળે છે.


જો તમે આઠમનું વ્રત રાખ્યું હોય તો મહાનવમીના દિવસે કન્યા પૂજા કરો અને વિધિવત ઉપવાસ તોડો. તેનાથી માતાના આશીર્વાદ મળે છે.


Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABP Live કોઈપણ માહિતીનું સમર્થન કે પુષ્ટી કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મુકતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.