Devasahayam Pillai: 18મી સદીમાં હિન્દુ ધર્મ છોડીને ઈસાઈ ધર્મ અપનાવનારા દેવસહાયમ પિલ્લઈને સંત જાહેર કરવામાં આવ્યા છે. રવિવારે વેટિકન સિટીમાં પોપ ફ્રાંસિસે આ જાહેરાત કરી. દેવસહાયમ આ ઉપલબ્ધિ હાંસલ કરનારા પ્રથમ ભારતીય છે. 2004માં કોટ્ટર ડાયોસીસ, તમિલનાડુ બિશપ્સ કાઉન્સિલ અને કાઉન્સિલ ઓફ કેથોલિક બિશપ્સ ઓફ ઈન્ડિયાના આગ્રહ પર વેટિકન તરફથી બીટિફિકેશની પ્રક્રિયા માટે દેવસહાયમના નામની ભલામણ કરવામાં આવી હતી.
હિન્દુ ધર્મ છોડી ઈસાઈ ધર્મ અપનાવનારા પિલ્લઈને અપાયું આ નામ
પોપ ફ્રાંસિસે રવિવારે વેટિકનમાં સેંટ પીટર્સ બેસિલિકામાં સંતોના લિસ્ટમાં નામ સામેલ કરતા અન્ય 6 લોકોની સાથે દેવસહાયમ પિલ્લઈના નામની પણ જાહેરાત કરી. ચર્ચે બતાવું કે પિલ્લઈએ સંત બનવાની પ્રક્રિયા પૂરી કરી લીધી છે. પિલ્લઈએ 1745માં ઈસાઈ ધર્મ અપનાવ્યો હતો. જે બાદ તેમને લાજર નામ આપવામાં આવ્યું હતું. સ્થાનિક ભાષામાં તેનો અર્થ ભગવાનની મદદ માટે થાય છે.
વેટિકને શું કહ્યું
વેટિકન દ્વારા તેમના માટે તૈયાર કરવામાં આવેલી એક નોટમાં જણાવ્યું, દેવસહાયમે ઈસાઈ ધર્મનો પ્રચાર કરતી વખતે જાતિગત મતભેદોને ભૂલાવીને સમાનતા લાવવા પર ભાર આપ્યો. આ દરમિયાને તેમણે અનેક પરેશાનીઓ ભોગવવી પડી અને 1749માં તેમની ધરપકડ કરવામાં આવી. મુશ્કેલીઓ વધાવા છતાં તેમણે પોતાનું કામ ચાલુ રાખ્યું અને 14 જાન્યુઆરી, 1752ના રોજ તેમને ગોળી મારવામાં આવી હતી.
દેવસહાયમનો ક્યાં થયો હતો જન્મ
તમિલનાડુના કન્યાકુમારી જિલ્લાના કોટ્ટારથી તેમનું જીવન અને અંતિમ દિવસોની યાદો જોડાયેલી છે. દેવસહાયમને તેમના જન્મના 300 વર્ષ બાદ 2 ડિસેમ્બર 2012ના રોજ કોટ્ટારમાં સૌભાગ્યશાળી જાહેર કરાયા હતા. તેમનો જન્મ 23 એપ્રિલ, 1712માં કન્યાકુમારી જિલ્લાના નટ્ટલમમાં એક હિન્દુ નાયર પરિવારમાં થયો હતો. તેઓ તત્કાલિન ત્રાવણકોર સામ્રાજ્યના હિસ્સો હતા.
આ પણ વાંચોઃ
Andrew Symonds Death: બિગ બોસ 5નો હિસ્સો રહી ચુક્યો છે સાયમન્ડ્સ, સની લિયોની સાથે હતી મિત્રતા
બેંકમાંથી કેશ ઉપાડવા-જમા કરાવવાના બદલાશે નિયમ! 26 મેથી લાગુ થશે નવા નિયમ, જાણો વિગત