Mahashivratri 2021: મહાશિવરાત્રિના પર્વનું હિન્દુ ધર્મમાં ખાસ મહત્વ છે. શિવરાત્રિનું પર્વ ભગવાન શિવને સમર્પિત છે. શિવભક્તોને વર્ષ દરમિયાન આ પર્વની રાહ હોય છે. આ દિવસે ભગવાન શિવને અભિષેક અને તેમની પ્રિય ચીજોનો ભોગ લગાવવાથી જીવનમાં આવતી અનેક પરેશાનીઓતથી મુક્તિ મળે છે. કુંવારી કન્યાઓ આ દિવસે મનગમતો સાથી મેળવવા ભોળાનાથની વિશેષ પૂજા કરે છે.
બની રહ્યો છે વિશેષ યોગ
પંચાગ અનુસાર ચાલુ વર્ષે મહાશિવરાત્રિ પર વિશેષ યોગનું નિર્માણ થઈ રહ્યું છે. આ દિવસે ઘનિષ્ઠા નક્ષત્ર રહેશે અને શિવ યોગ બની રહ્યો . આ દિવસે ચંદ્ર મકર રાશિમાં રહેશે. આ દિવેસ વિધિ પૂર્વક આરાધના કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે.
ક્યારે છે મહાશિવરાત્રિ
પંચાગ અનુસાર ચાલુ વર્ષે મહાશિવરાત્રિનું પર્વ 11 માર્ચ, 2021ના રોજ આવે છે. મહા વદ 14ના રોજ આ પર્વ મનાવવામાં આવે છે. પૌરાણિક ગ્રંથો મુજબ ભગવાન શિવે જ ધરતી પર સૌથી પહેલા જીવનના પ્રચાર-પ્રયાસનો પ્રયત્ન કર્યો હતો. તેથી ભગવાન શિવને આદિદેવ પણ કહેવાય છે.
આ રીતે કરો રૂદ્વાભિષેક
મહાશિવરાત્રિના દિવસે એવો વિશેષ સંયોગ બની રહ્યો છે કે, આ દિવસે રૂદ્રાભિષેક કરવાથી ધનનું સંકટ દૂર થશે અને આર્થિક સંપદામાં વૃદ્ધિ થશે. આજના દિવસે શેરડીના રસથી ઋદ્ધાભિષેક કરવાથી આર્થિક સંકટ દૂર થશે. ઉપરાંત મધ અને દૂધ. દહી, મધ, સાકર, ઘી,એમ પંચામૃતથી અભિષેક કરવાથી પણ વિશેષ ફળની પ્રાપ્તિ થશે. મધ અને ઘીથી પણ રૂદ્રાભિષેક કરી શકો છો.
મહાશિવરાત્રિને કાળરાત્રિ શા માટે કહેવામાં આવે છે
એવી માન્યતા છે કે, સૃષ્ટીના પ્રારંભમાં આ દિવસે મધ્યરાત્રિએ ભગવાન શિવનું બ્રહ્માથી રૂદ્રના રૂપે અવતાર થયો હતો. તથા પ્રલયની વેળાએ આ દિવસે પ્રદોષ કાળમાં ભગવાન શિવે તાંડવ કરતા તેમના ત્રીજા નેત્રની જ્વાલાથી સંપૂર્ણ બ્રહ્માંડને સમાપ્ત કરી દીધું. આ માટે આ શિવરાત્રીએ કાળરાત્રિ પણ કહેવામાં આવે છે.