Brahma Muhurta: બ્રહ્મ મુહૂર્ત ભગવાનની પૂજા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. જે વ્યક્તિ બ્રહ્મ મુહૂર્તમાં જાગે છે તેને જીવનમાં અપાર સફળતા મળે છે.દરેક વ્યક્તિએ બ્રહ્મ મુહૂર્તમાં જાગવાની આદત કેળવવી જોઈએ. પરંતુ એ પણ ધ્યાનમાં રાખો કે બ્રહ્મ મુહૂર્તમાં કેટલાક કાર્યો કરવા પર પ્રતિબંધ છે. આવો જાણીએ કે બ્રહ્મ મુહૂર્તમાં કયા કાર્યો કરવા જોઈએ. 


જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સવારે કરવામાં આવેલા કામની દિનચર્યા પર ઊંડી અસર થાય છે. એટલા માટે કહેવાય છે કે સવારે ઉઠ્યા પછી ભગવાનનું નામ લઈને કોઈ પણ કામ કરવું જોઈએ. આવું કરવાથી જીવનમાં સકારાત્મક અસર પડે છે. ઉપરાંત જીવનની દરેક મુશ્કેલીઓ અને સમસ્યાઓ સમાપ્ત થાય છે. 


બ્રહ્મ મુહૂર્ત કેટલા વાગ્યે હોય છે ?


જ્યોતિષ શાસ્ત્ર અનુસાર બ્રહ્મ મુહૂર્તમાં જાગવું અને આ કામ કરવું શુભ માનવામાં આવે છે, કારણ કે ભગવાન પણ બ્રહ્મ મુહૂર્તમાં જાગે છે. તમને જણાવીએ કે સવારે 4 થી 5.30 વચ્ચેના સમયને બ્રહ્મ મુહૂર્ત કહેવામાં આવે છે. 


સવારે જાગીને તમારી હથેળીના દર્શન કરો 


હિંદુ શાસ્ત્રો અનુસાર, સવારે ઉઠ્યા પછી સૌથી પહેલું કામ પોતાની હથેળીને જોવાનું છે. ઉપરાંત હથેળીને જોવાની સાથે એક મંત્રનો પણ જાપ કરવો જોઈએ. આમ કરવાથી દેવી-દેવતાઓની કૃપા હંમેશા બની રહે છે. તેમજ ધનની દેવી લક્ષ્મી અને વિદ્યાની દેવી સરસ્વતીની પણ વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે.


બ્રહ્મ મુહૂર્તમાં જાગીને સવારે પોતાની હથેળીના દર્શન કરતી વખતે આ મંત્રનો જાપ કરવો


કરાગ્રે વસતે લક્ષ્મી, કરમધ્યે સરસ્વતી |કરમૂલે તું ગોવિંદ, પ્રભાતે કર દર્શનમ ||


બ્રહ્મ મુહૂર્તમાં પૂજા-અર્ચના કરવી 


શાસ્ત્રો અનુસાર, સૂર્યોદય પહેલા ઉઠીને દૈનિક ક્રિયા અને સ્નાન કર્યા બાદ વ્યક્તિએ ઇષ્ટ દેવ-દેવતાઓની પૂજા અવશ્ય કરવી જોઈએ. બ્રહ્મકાળમાં દેવી-દેવતાઓની પૂજા કરવાથી માનસિક અને શારીરિક તણાવમાંથી મુક્તિ મળે છે. તેમજ ભગવાનની કૃપાથી દરેક ક્ષેત્રમાં સફળતા મળશે અને ધનની પ્રાપ્તિ થશે. પૂજાની સાથે મંત્રનો જાપ કરવો જોઇએ. તેનાથી તમે જીવનમાં આવનારી કોઇ પણ મોટી મુશ્કેલીનો સરળતાથી સામનો કરી શકશો. ઉપરાંત કુંડળીમાં નવગ્રહની પણ શાંતિ રહેશે.


આ મંત્ર ઉપરાંત ગાયત્રી મંત્રનો પણ જાપ કરવો જોઈએ. કહેવાય છે કે આમ કરવાથી કામ-કાજ કરવાની ક્ષમતાનો વિકાસ થાય છે.


ઓમ ભુર્ભુવઃ સ્વાહ તત્સવિતુર્વરેણ્ય ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત્।


Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે એબીપી અસ્મિતા ન્યૂઝ કોઈપણ માહિતીનું સમર્થન કે પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો. 


October Calendar: આ મહિનામાં નવરાત્રીથી દિવાળી સુધીના તહેવારો, જુઓ ઓક્ટોબરના તહેવારોનું પુરેપુરુ લિસ્ટ...