ભારતમાં વર્ષનું પ્રથમ સૂર્ય ગ્રહણ ચાલુ છે. ખાસ વાત એ છે કે બોર્ડર અને હિમાલયના વિસ્તારમાં ગ્રહણ જોવા મળશે અને આ સિવાય કોઈ પણ રિંગ ઓફ ફાયર નહી જોઈ શકે. 


નાસા તરફથી જાહેર કરવામાં આવેલા નક્શા અનુસાર, સૂર્ય ગ્રહણ ઉત્તરી ગોળાર્ઘમાં લોકોને જોવા મળશે. લદાખ અને અરુણાચલ પ્રદેશના લોકો તેને જોઈ શકશે જ્યારે અન્ય તેને મિસ કરશે. દેશના અન્ય ભાગમાં લોકો આ કાર્યક્રમને ઓનલાઈન જોઈ શકશે. 


ક્યારે થાય છે સૂર્યગ્રહણ


બ્રહ્માંડીય ઘટના ત્યારે થાય છે જ્યારે સૂર્ય, ચંદ્ર અને પૃથ્વી એક જ રેખામં આવે છે અને ચંદ્ર પૃથ્વી અને સૂર્યની વચ્ચેથી પસાર થાય છે સૂર્યના દ્રશ્યને અવરૂદ્ધ કરે છે, પરંતુ સંપૂર્ણ રીતે નહી કારણ કે ચંદ્ર એખ અંડાકાર કક્ષામાં સૂર્યની ચારો તરફ ફરે છે. ચંદ્ર દ્વારા આ આવરણ સૂર્યને એક અગ્નિ રીંગ અથવા રિંગ ઓફ ફાયરની છબી પ્રદાન કરે છે.


એમપી બિડલા તારામંડલના નિર્દેશક ડી.પી. દુઆરીએ પુષ્ટી કરી, " જોવામાં ચંદ્ર દ્વારા આવરી લેવામાં આવેલા સૂર્યનો એક નાનો ભાગ હશે જે ક્ષિતિજ પર પણ ખૂબ ઓછો છે, જે પરિસ્થિતિને આધાર પર વધારેમાં વધારે  3-4 મિનિટ ચાલશે."


ભારતમાં સૂર્યગ્રહણ ફક્ત લદાખ અને અરુણાચલ પ્રદેશના લોકોને જ દેખાશે. તે અહીં બપોરે 1:42 વાગ્યે પ્રારંભ થયો છે અને સાંજે 6:41 વાગ્યે સમાપ્ત થશે. પીક ટાઇમ બપોરે 4:16 વાગ્યે આવશે જ્યારે સૂર્ય અને ચંદ્ર બંને વૃષભને બરાબર 25 ડિગ્રી પર યુતિ કરશે. 
નાસાના જણાવ્યા અનુસાર, પૂર્વી યુનાઇટેડ સ્ટેટ્સ, ઉત્તર અલાસ્કા, કેનેડા અને કેરેબિયન ભાગો, યુરોપ, એશિયા અને ઉત્તર આફ્રિકાના ભાગોમાં 10 જૂને આંશિક સૂર્યગ્રહણ જોવા મળશે. વાર્ષિક સૂર્યગ્રહણ બપોરે 1.42 વાગ્યે શરૂ થશે અને સાંજે 6:41 સુધી ચાલશે.



કેવી રીતે જોવું ?


ગ્રહણને નરી આંખોથી જોવાની સલાહ આપવામાં આવતી નથી કારણ કે તે આંખોને ગંભીર નુકસાન પહોંચાડે છે. એક બોક્સ પ્રોજેક્ટરના માધ્યમથી સૂર્યને પ્રક્ષેપિત કરવુ,  દૂરબિનનો ઉપયોગ કરી સૂર્યગ્રહણ જોવાની સલામત અને સરળ રીત છે.


આ વર્ષનું બીજું અને છેલ્લું સૂર્યગ્રહણ 4 ડિસેમ્બરે થશે. આ કુલ સૂર્યગ્રહણ હશે જે સવારે 10:59 વાગ્યે શરૂ થશે અને બપોરે 03:07 વાગ્યે સમાપ્ત થશે.


ત્રણ પ્રકારના સૂર્યગ્રહણ છે - પૂર્ણ, આંશિક અને કુંડલાકાર.  એક કુંડલાકાર સૂર્યગ્રહણ ત્યારે થાય છે જ્યારે ચંદ્ર સૂર્યની મધ્યમાં આવરી લે છે, સૂર્યના બાહ્ય ધારને છોડીને ચંદ્રની આજુબાજુ "અગ્નિની રિંગ" અથવા  રિંગ ઓફ ફાયર અથવા વલયાકાર બની જાય છે.