Friday Niyam Lakshmi Ji Puja Upay: હિંદુ ધર્મમાં શુક્રવાર મા લક્ષ્મીને સમર્પિત કરવામાં આવે છે અને આ દિવસે મા લક્ષ્મીની પૂજા અને ઉપવાસ કરવામાં આવે છે. જે ઘરમાં ધન અને સમૃદ્ધિની દેવી તરીકે ઓળખાતી દેવી લક્ષ્મીની કૃપા હોય છે, તે ઘરમાં હંમેશા સુખ અને સમૃદ્ધિ રહે છે તથા આવા ઘરમાં ક્યારેય ધનની કમી નથી હોતી.
મા લક્ષ્મીની સાથે શુક્રવાર પણ શુક્રને સમર્પિત છે. જ્યોતિષશાસ્ત્રમાં શુક્રને સુખ અને સુંદરતાનો કારક કહેવામાં આવે છે. શુક્રદેવની કૃપાથી પણ જીવનમાં પૈસાની કમી નથી રહેતી. એટલા માટે શુક્રવારના દિવસે એવું કોઈ કામ ન કરો જેનાથી શુક્રદેવ અને મા લક્ષ્મી નારાજ થાય. ઘરમાં સુખ-સમૃદ્ધિ જળવાઈ રહે તે માટે શુક્રવારે કેટલીક વસ્તુઓ ખરીદવાનું ટાળવું જોઈએ.
જાણો શુક્રવારના દિવસે કઈ વસ્તુઓ ન ખરીદવી જોઈએ.
- શુક્રવારના દિવસે રસોડા સાથે જોડાયેલી કોઈ વસ્તુ ન ખરીદવી.
- પૂજા સંબંધિત વસ્તુઓની ખરીદી માટે પણ શુક્રવારનો દિવસ શુભ માનવામાં આવતો નથી.
- શુક્રવારના દિવસે કોઈને પૈસા ઉધાર ન આપો. આ કારણે માતા લક્ષ્મી ગુસ્સે થઈ જાય છે અને ઘરમાં પૈસાની તંગી રહે છે.
- શુક્રવાર કોઈ મિલકત ખરીદવા માટે શુભ દિવસ નથી. આ દિવસે પ્રોપર્ટી ખરીદવાથી ઘણી સમસ્યાઓ થાય છે.
- આ સાથે શુક્રવારના દિવસે ખાંડની લેવડદેવડ પણ ટાળવી જોઈએ. એવું માનવામાં આવે છે કે શુક્રવારે ખાંડ આપવાથી અથવા લેવાથી શુક્ર ગ્રહ નબળો પડે છે.
શુક્રવારનો મંત્ર
શુક્રવારે મા લક્ષ્મીની પૂજા કરો અને પૂજામાં આ મંત્રનો જાપ કરો. આ મંત્રનો 108 વાર જાપ કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. જાપ કરતી વખતે તલના તેલનો દીવો કરો અને આ મંત્રનો જાપ કરો - ऊँ श्रीं ल्कीं महालक्ष्मी महालक्ष्मी एह्येहि सर्व सौभाग्यं देहि मे स्वाहा।।
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.
આ પણ વાંચોઃ