Guru Purnima 2022 Live: વડતાલમાં ગુરુ પૂર્ણિમાએ ભક્તો ઉમટ્યા, એક કિલોમીટર લાગી બસની લાઈન

Guru Purnima 2022: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વર્ષ 2022ના ગુરૂ પૂર્ણિમા પર ગ્રહોના રાજા સૂર્ય, ગ્રહોના રાજકુમાર બુધ અને શુક્ર મિથુન રાશિમાં બિરાજમાન થઈને એક શુભ લાભકારી યોગ રચશે

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 13 Jul 2022 03:18 PM
વડતાલમાં ગુરુ પૂર્ણિમાએ ભક્તો ઉમટ્યા, એક કિલોમીટર લાગી બસની લાઈન

ખેડાના વડતાલ ધામમાં ગુરુપૂર્ણિમાને લઈને મંદિરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું. લાખો ભક્તોએ ભગવાનના દર્શનનો લ્હાવો લીધો. સ્વામિનારાયણ સંપ્રદાયની વડતાલ મંદિર મુખ્ય ગાદી હોવાથી ભક્તોનો મેળાવડો જામ્યો. ભક્તોએ ભગવાનના દર્શનનો લાહવો લઇ ગુરુઆશીર્વાદ પ્રાપ્ત કર્યા. એક કિલોમીટર સુધી લાંબી બસોની લાઈનો લાગી. 

દુધરેજ વડવાળા મંદિરે મોટી સંખ્યામાં દર્શનાર્થે ઉમટ્યા ભક્તો

સુરેન્દ્રનગર જીલ્લામાં ગુરૂપૂર્ણિમાની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી. સમસ્ત રબારી સમાજની ગુરૂગાદી એવા દુધરેજ વડવાળા મંદિર ખાતે મોટી સંખ્યામાં ભક્તોએ ભગવાન વડવાળા દેવના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. મહામંડલેશ્વર કનિરામદાસજી બાપુ, મુકુંદરામ બાપુએ ભાવિકોને આશિર્વાદ આપી ગુરૂપૂર્ણિમાની શુભેરછાઓ પાઠવી હતી. કાંકરેજના પૂર્વ ધારાસભ્ય કનુભાઈ દેસાઈ, વઢવાણના પૂર્વ ધારાસભ્ય ધનરાજભાઈ કેલા સહિત રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા.

પીએમ મોદીએ પાઠવી ગુરુપૂર્ણિમાની શુભકામના

પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું ટ્વિટ

ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે ગુરુ પૂર્ણિમા પર કરેલું ટ્વિટ

ગુરુ પૂર્ણિમા પર શામળાજીને કરાયો વિશેષ શણગાર

આજે અષાઢ સુદ પૂર્ણિમા એટલે ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવાય છે ત્યારે આ ગુરુ પૂર્ણિમા પ્રસંગે યાત્રાધામ શામળાજી ખાતે ભગવાન શામળીયાના દર્શને વહેલી સવારથી ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું. ગુરૂ પૂર્ણિમા નિમિત્તે ભગવાન અને ગુરૂના દર્શનનું અનેરૂ મહત્વ  છે. પૂર્ણિમા પ્રસંગે આવતા હજારો ભક્તોના ધસારાને ધ્યાને રાખી પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો 

ગુરુના દર્શન અને આશીર્વાદ મેળવવાનો દિવસ છે ગુરુપૂર્ણિમા

આજે ગુરુપૂર્ણિમા દિવસે દરેક વર્ગ અને સમાજ ના લોકો પોતાના ગુરુના દર્શન અને આશીર્વાદ મેળવવા પોતાના ગુરુ પાસે જતા હોય છે. બ્રહ્મજ્ઞાન અરજીત કરવા અને સાંસારિક જીવનને ઉત્તમ તરીકે સંચાલિત કરવાનું જ્ઞાન ગુરુ પાસેથી મળે છે. ગુરુ દ્વારા શાસ્ત્રો અને વેદ પુરાણો સાથે જીવનને સુખાકારી અને ઉદારતાની શીખ પણ ગુરુ દ્વારા મળતી હોય છે. ગુરુનો આ ઉપકાર અને કર્જ ઉતારવા માટે ગુરુ પૂર્ણિમાના દિવસે એમના આર્શીવાદ અને દર્શન લોકો કરતા હોય છે.

અંબાજીમાં માઇભક્તોની ભીડ

 ગુરુપૂર્ણિમા દિવશે આજે યાત્રાધામ અંબાજી માં માઇભક્તો ની ભારી ભીડ જોવા મળી રહી છે. મંગળા આતી વહેલી સવારે 6 કલાકે થઈ હતી. જગતજનની માં અંબા ને ગુરુ તરીકે માનતા માઇભક્તો આજે માતાજી ના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

ગુરુ માત્ર બે અક્ષરનો શબ્દ સમૂહ નથીઃ પૂ.પા.ગો.108શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રી
અમદાવાદ કાલુપુર સ્વામિનારાયણ મંદિરમાં ભવ્ય ઉજવણી

અમદાવાદના કાલુપુર સ્વામિનારાયણ મંદિરમાં ગુરુપૂર્ણિમાના તહેવારની ભવ્ય ઉજવણી થઈ રહી છે. દેશ વિદેશમાં વસતા સ્વામિનારાયણના ભક્તો ઉપસ્થિત રહ્યા છે.

ગુરુ માત્ર પૂર્ણ નથી, પરિપૂર્ણ છેઃ જગદ્ગુરુ શ્રીમદ્ વલ્લભાચાર્ય પ્રાગટ્યપીઠ ગૃહાધિપતિ પૂ.પા.ગો.108 શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રી

જગદ્ગુરુ શ્રીમદ્ વલ્લભાચાર્ય પ્રાગટ્યપીઠ ગૃહાધિપતિ પૂ.પા.ગો.108 શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રી (અમરેલી, ચંપારણ્ય)એ જણાવ્યું કે, અષાઢી પૂર્ણિમા આપણા ગુરુને વંદન કરવાનો પરમ દિવસ છે.પૂર્ણિમાનો સંબંધ ચંદ્ર સાથે છે. આ દિવસે ચંદ્ર પૂર્ણ કળાએ પ્રકાશિત હોય છે. ગુરુ પણ આપણને પૂર્ણ કલાનો અનુભવ કરાવે છે. ગુરુ માત્ર પૂર્ણ નથી, પરિપૂર્ણ છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પાઠવી ગુરુપૂર્ણિમાની શુભકામના

બ્રેકગ્રાઉન્ડ

Guru Purnima 2022: હિન્દુ પંચાગ અનુસાર દર વર્ષે અષાઢ મહિનાની પૂર્ણિમા તિથિએ ગુરુ પૂર્ણિમાનો તહેવાર ઉજવવામાં આવે છે. આ વર્ષે  ગુરુ પૂર્ણિમાનો તહેવાર 13 જુલાઈએ આવે છે. ગુરુ પૂર્ણિમાનો તહેવાર મહર્ષિ વેદવ્યાસના જન્મોત્સવ તરીકે ઉજવવામાં આવે છે. હિંદુ ધર્મની માન્યતાઓ અનુસાર આ તારીખે વેદના રચયિતા વેદવ્યાસનો જન્મ થયો હતો. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વર્ષ 2022ના ગુરૂ પૂર્ણિમા પર ગ્રહોના રાજા સૂર્ય, ગ્રહોના રાજકુમાર બુધ અને શુક્ર મિથુન રાશિમાં બિરાજમાન થઈને એક શુભ લાભકારી યોગ રચશે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.