ગુરુ પૂર્ણિમા:ગૌતમ બુદ્ધે બૌદ્ધ ગયામાં જ્ઞાન પ્રાપ્ત કર્યાં બાદ તેનો પહેલો ઉપદેશ સારનાથમાં અષાઢ પૂર્ણિમાએ આપ્યો હતો. તેમનો ઉપદેશ જીવન માટે એક શ્રેષ્ઠ માર્ગદર્શન છે. આવો જાણીએ શું હતો તેમનો પ્રથમ ઉપદેશ


હિન્દુ કેલેન્ડરમાં અષાઢ માસના શુક્લ પક્ષની પૂર્ણિમાની તિથિ એટલે હિન્દુ મહિનામાં અષાઢની પૂનમ હિન્દુઓની સાથે જૈનો માટે પવિત્ર મનાય છે. આ તિથિ અનેક કારણોસર હિન્દુ ધર્મમાં મહત્વપૂર્ણ છે. અષાઢ પૂર્ણિમાના દિવસે મહાકવિ વેદ વ્યાસનો પણ જન્મ દિવસ છે.


અષાઢી પૂનમ અનેક કારણોસર મહત્વૂપૂર્ણ છે. આ દિવસ હિન્દુ, જૈન અને બૌદ્ધ ધર્મના લોકો માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ગુરૂપૂર્ણિમાના જ દિવસે ગૌતમ બુદ્ધે ગયામાં જ્ઞાન પ્રાપ્ત કર્યાં બાદ સારનાથમાં તેમનું પહેલું વકતવ્ય આપ્યું હતું.


ભગવાન બુદ્ધ, મહાન દાર્શનિક, આધ્યાત્મિક વિચારક અને શિક્ષિકના રૂપે પ્રતિષ્ઠિત છે. તેમણે તેમનો પહેલો સંદેશ સારનાથમાં ગુરૂપૂર્ણિમાના દિવસે જ આપ્યો હતો. તેમણે ગુરુપુર્ણિમાના દિવસે સૌ પ્રથમ તેમના સર્વાધિક અનુશાષિત પાંચ શિષ્યોને સારનાથમાં પ્રથમ વખત ઉપદેશ આપ્યો હતો. આ પાંચ શિષ્યોને સામુહિક રીતે  પંચવર્ગિકાના રૂપે માનવામાં આવે છે. એટલા માટે બૌદ્ધ ધર્મના  અનુયાયીયો માટે અષાઢપૂર્ણિનાની તિથિ ખૂબ જ મહત્વપૂર્ણ છે. મહાત્મા ગાંધીનો આ ઉપદેશ માનવજીવન માટે ઉત્તમ માર્ગદર્શન છે.


ગુરૂના મહિમા
ગુરૂ કોઇ વ્યક્તિ નથી. ગુરુ એક ચેતનાનો પૂંજ છે. જે શિષ્યમાં તેમને તેની ઊર્જાનો સંચાર કરીને તેમના જીવનને આલોક્તિ કરી દે છે.જો નરેન્દ્રને રામ કૃષ્ણપરમહંસ ન મળ્યાં હોત તો તેમને કદાચ વિવેકનંદનું સર્જન પણ ન થયું હોત એ ગુરૂ જ છે, અણઘડ વ્યક્તિત્વને સુઘડ બનાવીને તેને ઉર્જાવાન બનાવે છે.


સદવિચાર પ્રેરક વિધાન



  • આપસે હી સીખા, આપસે હી જાના, આપકો હી ગુરુવર માના

  • ગુરુબ્રહ્મા ગુરુ વિષ્ણુ, ગુરુ દેવ મહેશ્વર, ગુરૂ સાક્ષાત પરં બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમ:

  • ગુરૂ ગોવિન્દ દોનો ખડે કિસકો લાગુ પાયં. બલિહારી ગુરુ આપકી ગોવિંદ દિયો બતાય.

  •