ધર્મ: હનુમાનજીને સંકટ મોચન કહેવામાં આવે છે. હનુમાનજીની પૂજા આરાધનાથી કષ્ટો દૂર થાય છે. દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય છે. હનુમાન ભક્તોની પરેશાનીને દૂર કરે છે. મંગળવાર અને શનિવારનો દિવસ હનુમાનજીને સમર્પિત છે. મંગળવારે હનુમાનજીની વિશેષ કૃપાથી કષ્ટભંજનની કૃપા મેળવી શકાય છે. 


હનુમાનજીની કૃપા મળતા શનિદેવ પણ પ્રસન્ન રહે છે. શનિદેવ હનુમાનજીના ભક્તોને પરેશાન નથી કરતી. શનિદેવે હનુમાનજીને વચન આપ્યું છે એટલા માટે જે લોકો હનુમાનજીની પૂજા કરે છે તેમને શનિની સાડાસાતીમાં પણ એક રક્ષાક્વચ મળી જાય છે.


મંગળવારે અવશ્ય કરો હનુમાન ચાલીસાના પાઠ
હનુમાન ચાલીસાની પ્રત્યેક ચોપાઇ એક મંત્ર સમાન છે. મંગળવારે હનુમાન ચાલીસાનો પાઠ વિશેષ લાભકારી સાબિત થાય છે. હનુમાન ચાલીસાની રચના કવિ તુલસી દાસે કરી છે. ચાલીસ છંદ હોવાથી તેને ચાલીસા કહે છે. હનુમાન ચાલીસા પાઠ કરવાથી બળ બુદ્ધિમાં વૃદ્ધિ થાય છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. માન્યતા છે કે. જો કોઇપણ કાર્ય કરતા પહેલા જો હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવે તો આ કાર્યની સફળતાની સંભાવના વધી જાય છે. 


કેવી રીતે કરો હનુમાન ચાલીસાના પાઠ?
હનુમાનજી રામના પરમ ભક્ત છે. તેમજ હનુમાનજીને શિસ્ત ખૂબ જ પ્રિય છે. આ માટે હનુમાન ચાલીતાના પાઠ દરમિયાન સ્વચ્છતા અને અનુસાશનનું વિશેષ ધ્યાન રાખવું અનિવાર્ય છે. હનુમાન ચાલીસાના પાઠ માટે સવાર અને સાંજનો સમય શ્રેષ્ઠ માનવામાં આવે છે. મંગળવાર પણ હનુમાન ચાલીસાના પાઠ માટે શ્રેષ્ઠ દિવસ છે, સવારે સ્નાન ઇત્યાદિ કાર્ય પતાવીને વહેલી સવારે હનુમાનજીને આસન આપીને તેમના પર હનુમાનની છબી સ્થાપિત કરો. તાંબાના કળશમાં જળ ભરીને રાખો, ગાયના ઘીનો દિપક પ્રગટાવો, પાઠ પૂર્ણ થયા બાદ કળશના જળનો પ્રસાદ ખુદ ગ્રહણ કરો અને આખા ઘરમાં આ પવિત્ર જળનો છંટકાવ કરો. મંગળવારે કે શનિવારે હનુમાન ચાલીસાના પાઠ અને આરાધનાનું વિશેષ મહત્વ છે.