Ganesh Chaturthi 2021: હિંદુ ધર્મમાં ગણેશ પૂજાનું વિશેષ મહત્વ છે. ગણેશ પૂજા ગણેશ ચતુર્થીના દિવસે કરવામાં આવે છે. હિન્દુ પંચાગ મુજબ ભાદરવા સુદ 4 ના દિવસે ગણેશ ચતુર્થી મનાવવામાં આવે છે. ચાલુ વર્ષે આ તિથિ 10 સપ્ટેમ્બરે આવે છે. આ દિવસે ગણપતિની સ્થાપના કરવામાં આવશે. ભક્તો ગણપતિ બાપાની પૂજા માટે મૂર્તિ સ્થાપિત કરીને તેની પૂજા કરે છે અને ભગવાન શ્રીગણેશનો જન્મોત્સવ મનાવે છે. તેનાથી ભગવાન ગણેશ પ્રસન્ન થઈને ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. ભગવાન ગણપતિનો આ ઉત્સવ 10 દિવસ સુધી ચાલે છે.


ગણપતિ સ્થાપના માટે શુભ મુહૂર્ત


ગણપતિની સ્થાપના શુભ મુહૂર્તમાં કરવી જોઈએ. પંચાગ અનુસાર ગણપતિ બાપાની સ્થાપના 10 સપ્ટેમ્બરે બપોરે 12 વાગ્યા ને 17 મિનિટથી લઈ રાતે 10 વાગ્યા સુધી કરી શકાય છે. ધાર્મિક માન્યતા મુજબ શુભ મુહૂર્ત પર ગણપતિનું સ્થાપન કરવાથી ઘરમાં ખુશી આવે છે. ઉપરાંત મનોકામના પણ પૂર્ણ કરે છે.


પૂજા વિધિ


ગણેશ પૂજા માટે ભક્તોએ સૂર્યોદય પહેલા સ્નાન કરીને સ્વચ્છ કપડાં પહેરવા જોઈએ. જે બાદ ગણપતિ સામે બેસીને પૂજા પ્રારંભ કરો. તેમનું ગંગાજળથી અભિષેક કરો. જે બાદ ચોખા, ફૂલ, દૂર્વા વગેરે અર્પિત કરો. તેમની પ્રિય ચીજ મોદકનો ભોગ લગાવો. જે બાદ ધૂપ, દીપ તથા અગરબત્તી કરીને તેમની આરતી કરો. ગણેશજીના મંત્રોનો જાપ કરો, જે બાદ ફરી આરતી કરો અને પૂજા સમાપ્ત કરો.


ગણેશ ચતુર્થી પર મોકલો આ મેસેજ


ગણેશ ચતુર્થી પર તમે તમારા મિત્રો પરિવારજનોને શુભકામના સંદેશમાં પાઠવવા માટે નીચે આપેલા મેસેજ મોકલી તેમના દીર્ઘાયુ અને સુખ સમૃદ્ધીની કામના કરી શકો છો.



  • ગણેશ-ચતુર્થીની શુભકામના” વક્રતુંડ મહાકાય સુર્યકોટી સમપ્રભ ।નિર્વિઘ્નમ્ કુરુ મેં દેવ સર્વ કાર્યેષૂ સર્વદા ॥ ”

  • ભગવાન ગણેશ તમારા જીવન ના અવરોધો દૂર કરીને તમારા જીવન ને સમૃદ્ધ કરે એવી શુભકામના.❜*ગણેશ ચતુર્થી ની હાર્દિક શુભકામના.

  • ગણેશ ચતુર્થીની ખુબ ખુબ શુભકામના ..વિઘ્નહર્તા આપ સૌના જીવનના તમામ વિઘ્નો દૂર કરે અને સર્વ રીતે આપનું તથા આપના પરિવારનું કલ્યાણ કરે એવી પ્રાર્થના.

  • ૐ ગં ગણપતેય નમો નમઃશ્રી સિદ્ધિવિનાયક નમો નમઃઅષ્ટવિનાયક નમો નમઃગણપતિ બાપ મોરિયા?શ્રી ગણેશ ચતુર્થીની સર્વેને શુભકામના.

  • આપ સૌને ગણેશ ચતુર્થીની શુભકામનાતમારા મનની સર્વ મનોકામના પૂર્ણ થાય, બધાને ઐશ્વર્ય, સુખ-શાંતિ અને આરોગ્ય મળે એવી ગણપતિ બાપ્પાનાં ચરણોમાં પ્રાર્થના.

  • ગણેશ ચતુર્થીની શુભેચ્છા, ગણપતિ બાપ્પા મોર્યા, મંગલમૂર્તિ મોર્યા


આ પણ વાંચોઃ Ganesh Chaturthi 2021: ગણપતિની સ્થાપના કરતાં પહેલા જાણી લો આ વાત, ત્યારે જ બાપા આપશે શુભ ફળ