Hanuman Puja on Holi 2021: રંગોનો ઉત્સવ હોળીનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે. હિન્દુ કેલેન્ડર મુજબ હોળીનો આ તહેવાર ફાગણ મહિનાની પૂર્ણિમાને ઉજવવામાં આવે છે. તેને ફાગણી પૂનમ પણ કહે છે. રંગોનો આ તહેવાર બે દિવસનો હોય છે.  જે અંતર્ગત પ્રથમ દિવસે હોલિકા દહન કરવામાં આવે છે અને બીજા દિવસે દરેક એકબીજાને રંગોથી રંગીને ખુશી વ્યક્ત કરે છે.


આ વર્ષે હોલિકા દહન 28 માર્ચે ઉજવાશે જ્યારે ધૂળેટી 29 માર્ચ 2021ના ​​રોજ ઉજવવામાં આવશે. હોળીના દિવસે હનુમાનની પૂજા કરવામાં આવે તો તે વ્યક્તિને તમામ પ્રકારના દુખોથી મુક્તિ મળતી હોવાની પૌરાણિક માન્યતા છે.


હોલિકા દહન સાથે નકારાત્મક શક્તિનો નાશ થાય છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. હોલિકા દહન બાદ હોળીની ભસ્મને ઘરમાં છાંટવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. આ ભસ્મનું તિલક પણ લગાવી શકાય છે. આવું કરવાથી જીવનના વિઘ્નો દૂર થાય છે અને પ્રગતિ માટે માર્ગ ખુલવા લાગે છે.


હોળીના દિવસે હનુમાનજી આ રીતે કરો પૂજાઃ જ્યોતિષ શાસ્ત્ર મુજબ નવા સંવત્સરમાં રાજા અને મંત્રી બંને મંગળ છે અને મંગળના કારક હનુમાનજી છે. આવી સ્થિતિમાં, હોળીના દિવસે હનુમાનજીની પૂજા કરવાથી વ્યક્તિના તમામ કષ્ટ દૂર થાય છે.


પૂજા-વિધિ



  • હોળીમાં હનુમાનજીની પૂજા કરવા માટે વ્યક્તિએ હોલીકા દહનની રાત્રે સ્નાન કરવું જોઈએ. સ્નાન કર્યા પછી કોઈ પણ હનુમાન મંદિર અથવા મકાનમાં હનુમાનજીની સામે બેસીને પૂજા કરવી જોઈએ.

  • પૂજા કરતા પહેલા હનુમાનજીને સિંદૂર, ચમેલીનું તેલ, ફૂલનો હાર, પ્રસાદ અર્પણ કરીને ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ.

  • આ બધું કર્યા પછી હનુમાન ચાલીસા અને બજરંગ બાણના પાઠ કર્યા પછી આરતી કરવી જોઈએ.


Bike Tips: ઉનાળા પહેલા બાઈકમાં કરાવી લો આ કામ, નહીંતર થઈ શકે છે મોટું નુકસાન


કોરોનાના વધતા કેસને લઈ રૂપાણીનું મોટું નિવેદન, હજુ અઠવાડિયું કેસ વધશે અને પછી.....