Holika Dahan Totke: 8 માર્ચે હોળીનો તહેવાર મનાવવામાં આવશે, તે દિવસ પહેલા હોળિકા દહન કરવામાં આવશે, હોળીકા દહનને નાની હોળી પણ કહેવામાં આવે છે, આ દિવસે બુરાઇ પર અચ્છાઇની જીતનુ પ્રતિક માનવામાં આવે છે. આ દિવસની તૈયારી 40 દિવસ પહેલા ચાલુ થઇ જાય છે. લોકો સુકા લાકડાં, ડાળીઓ, પત્તા વગેરે એકઠુ કરવા લાગે છે. પછી હોળીકા દહનની સાંજે અગ્ની પ્રગટાવવામાં આવે છે, અને મંત્રોનું ઉચ્ચારણ કરવામાં આવે છે. બીજા દિવસે સવારે નહાતા પહેલા પહેલા આ અગ્નીની રાખને પોતાના શરીર પર લગાવીને સ્નાન કરે છે, હોળીકા હદનની રાત્રે કરવામાં આવેલા જાદુ-ટોળા ખાસ કારગર સાબિત થયા છે. આનાથી તરક્કી પણ આવે અને બાધાઓ પણ દુર રહે છે.
હોળીકા દહન પર કરો આ કામ -
- હોળીકા દહનના દિવસે ઘરમાંથી ઉતારવામાં આવેલા ટોળા અને શરીરના ઉબટનને હોળીકામાં સળગાવવુ બહુ જ શુભ માનવામાં આવે છે. આનાથી તમામ નકારત્મક શક્તિઓ દુર થાય છે. ઘર, દુકાન અને કાર્યસ્થલની નજર ઉતારીને પણ તેને હોળીકામાં દહન કરવાથી તમામ બાધાઓ દુર થાય છે.
- જો તમે કોઇપણ રીતે ભય કે પછી દેવાથી પરેશાન છો, તો હોળીકા દહનની સાંજે નરસિંહ સ્ત્રોતનો પાઠ કરવો લાભદાયક રહે છે. હોળીકા દહન બાદ સળગતી આગમાં નારિયેળ દહન કરવાથી નોકરીમાં આવી રહેલી પરેશાનીઓ દુર થાય છે.
- જો તમે ઘરનો કોઇ સભ્ય શારીરિક બિમારીથી સતત પરેશાન રહે છે, તો હોળીકા દહન બાદ બચેલી રાખથી દર્દીના સૂવાના સ્થાન પર છાંટો. આનાથી બિમારી જલદીથી દુર થઇ જશે. સફળતા પ્રાપ્તિ માટે હોળીકા દહન સ્થળ પર નારિયેળ, પાન તથા સોપારી ચઢાવો.
- ગૃહ ક્લેશથી પરેશાન છો, તો સુખ-શાંતિ મેળવવા માટે હોળીકા દહનની અગ્નીમાં જવ, લોટ ચઢાવો, દામ્પત્ય જીવનમાં શાંતિ માટે હોળીકા દહનની રાત્રે ઉત્તર દિશામાં એક પાટ પર સફેદ કપડુ બિછાવો. હવે આના પર મગ, ચણાની દાળ, ચોખા, ઘઉં, મસૂર, કાળા અડદ અને તલના ઢગલા પર નવ ગ્રહ યંત્ર સ્થાપિત કરો. આ પછી કેસરનું તિલક કરી ઘીનો દીવો પ્રગટાવીને પૂજા કરો.
- હોળીકા દહનના બીજા દિવસે હોળીકાની રાખ લઇને તે લાલ રૂમાલમાં બાંધીને પૈસાના સ્થાન પર મુકો, માનવામાં આવે છે કે, આનાથી વ્યર્થ ખર્ચા અટકી જશે.
- જો લગ્નમાં કોઇપણ પ્રકારનો અવરોધ આવી રહ્યો છે, તો હોળીકા દહનના દિવસે સવારે એક પાનના પત્તા પર સાબૂત સોપારી અને હળદરની ગાંઠ લઇને શિવલિંગ પર ચઢાવો. હવે વિના પલટે ઘરે જતાં રહો. બીજા દિવસે પણ આ જ પ્રયોગ કરો, આનાથી જલદી વિવાહના યોગ બને છે.