આ વર્ષે ચૈત્ર નવરાત્રિ 13 એપ્રિલથી શરૂ થઇ રહી છે. હિન્દુ ધર્મમાં નવરાત્રિનું ખાસ મહત્વ છે. કહેવાય છે કે, ચૈત્ર નવરાત્રિમાં જો કોઇ ભક્ત નવ દિવસ વિધિ વિધાનથી મા દુર્ગાના સ્વરૂપોનું પૂજન કરે તો તેમની મનોકામના પૂર્ણ થાય છે.આ વર્ષે કોરોના મહામારીની વચ્ચે 13 એપ્રિલે ચૈત્ર નવરાત્રિ શરૂ થઇ રહી છે. . હિન્દુ ધર્મમાં નવરાત્રિનું ખાસ મહત્વ છે. કહેવાય છે કે, ચૈત્ર નવરાત્રિમાં જો કોઇ ભક્ત નવ દિવસ વિધિ વિધાનથી મા દુર્ગાના સ્વરૂપોનું પૂજન કરે તો તેમની મનોકામના પૂર્ણ થાય છે.
વર્ષમાં ચાર નવરાત્રિ આવે છે. ચૈત્ર નવરાત્રિ 13 એપ્રિલથી 21 એપ્રિલ સુધી છે. ચૈત્ર નવરાત્રિમાં માં દુર્ગાના નવસ્વરૂપ શૈલપુત્રી, બ્રહ્મચારણી, ચંદ્રઘંટા, કુષ્માંડા, સ્કંધમાતા, કાત્યાયની, કાલરાત્રિ, મહાગૌરી, સિદ્ધિદાત્રીનું સ્થાપન પૂજન અર્ચન અને સાધન, આરાધના સાથે ઉપવાસ કરવામાં આવે છે.
મનોકામનાની પૂર્તિ માટે જો આપ નવરાત્રિનું વ્રત કરી રહ્યાં હો તો, તેના ખાસ નિયમો છે. નવરાત્રિના પહેલા દિવસે ઘટસ્થાપનની સાથે માતાજીનું સ્થાપન અન શોડષોપચારે પૂજન કરવામાં આવે છે. તે જ દિવસે નવ દિવસના વ્રત સાધનાનો સંકલ્પ લેવામાં આવે છે. સાધના માટે ચૈત્ર નવરાત્રિને ઉત્તમ મનાય છે.
મનોકામનાની પૂર્તિ માટે જો આપ નવરાત્રિમાં માની સાધના કરી રહ્યાં હો તો હાથમાં જળ લઇને સ્થપનાના દિવસે માતાજીની સમક્ષ નવ દિવસ સાધનાનો સંકલ્પ લો અને મનોકામનાને મનમાં યાદ કરો. નવ દિવસ સંપૂર્ણ વિધિ વિધાન સાથે અનુષ્ઠાન કરવાથી મા દુર્ગા મનોકામનાને પૂર્ણ કરે છે.
અનુષ્ઠાન માટે કોઇ પણ મંત્રના નવ દિવસ જાપ કરવાનો નિયમ છે. આ માટે આપ નિશ્ચિત સંખ્યામાં માતાજીના મંત્રના જપ કરી શકો છો. રોજની પાંચ માળા, દસ માળા કે 17 માળાના સંકલ્પ સાથે નિયમિત માતાજીની સમક્ષ આસન પર બેસીને નિત્યક્રમની પૂજા કર્યા બાદ આપ અનુષ્ઠાન માટેના જાપ શરૂ કરી શકો છો. અનુષ્ઠાનના જાપ માટે સમય, સ્થળનો નિયમ જાળવવો અનિવાર્ય છે. નવ દિવસ બ્રહ્મમુહ્રર્તમાં એક સ્થળે માતાજીનું અનુષ્ઠાન કરવાથી કામનાની પૂર્તિ થાય છે.