Chaitra Navratri 2021: આ વર્ષે ચૈત્ર નવરાત્રિ 13 એપ્રિલથી શરૂ થઇ રહી છે. હિન્દુ ધર્મમાં નવરાત્રિનું ખાસ મહત્વ છે. કહેવાય છે કે, ચૈત્ર નવરાત્રિમાં જો કોઇ ભક્ત નવ દિવસ વિધિ વિધાનથી મા દુર્ગાના સ્વરૂપોનું પૂજન કરે તો તેમની મનોકામના પૂર્ણ થાય છે.
આ વર્ષે કોરોના મહામારીની વચ્ચે 13 એપ્રિલે ચૈત્ર નવરાત્રિ શરૂ થઇ રહી છે. . હિન્દુ ધર્મમાં નવરાત્રિનું ખાસ મહત્વ છે. કહેવાય છે કે, ચૈત્ર નવરાત્રિમાં જો કોઇ ભક્ત નવ દિવસ વિધિ વિધાનથી મા દુર્ગાના સ્વરૂપોનું પૂજન કરે તો તેમની મનોકામના પૂર્ણ થાય છે.
વર્ષમાં ચાર નવરાત્રિ આવે છે. ચૈત્ર નવરાત્રિ 13 એપ્રિલથી 21 એપ્રિલ સુધી છે. ચૈત્ર નવરાત્રિમાં માં દુર્ગાના નવસ્વરૂપ શૈલપુત્રી, બ્રહ્મચારણી, ચંદ્રઘંટા, કુષ્માંડા, સ્કંધમાતા, કાત્યાયની, કાલરાત્રિ, મહાગૌરી, સિદ્ધિદાત્રીનું સ્થાપન પૂજન અર્ચન અને સાધન, આરાધના સાથે ઉપવાસ કરવામાં આવે છે.
નવ દિવસ મા દુર્ગાના અલગ અલગ સ્વરૂપોની સ્થાપના અને પૂજન અર્ચન કરીને નવેય દિવસ માતાજીને જુદા જુદા નૈવેદ્ય ધરાવાય છે. શાસ્ત્ર અનુસાર નવરાત્રી પહેલો દિવસ ખૂબ મહત્વનો છે. નવરાત્રિના પહેલા દિવસે ઘટ સ્થાપન કરવામાં આવે છે એટલે કે કળશ સ્થાપન કરવામાં આવે છે
કેવી રીતે કરશો કળશ સ્થાપન
કળશ સ્થાપના માટે સવારે સૌથી પહેલા વહેલું ઉઠીને સ્નાન આદિ નિત્યક્રમ પતાવીને શુદ્ધ કપડા ધારણ કરીને પૂજા વિધિ શરૂ કરો. પૂજાના સ્થાને લાલ કે સફેદ વસ્ત્ર બિછાવો. વસ્ત્ર પર થોડા ચોખા મૂકો. કળશમાં શુદ્ધ જળ ભરી લો. તેમાં અક્ષત કુમકુમ સિક્કો નાખીને કળશનું પૂજન કરો અને તેની સ્થાપના કરો
કળશ સ્થાપનનાનું શુભ મૂહુર્ત
- 12 એપ્રિલ સવારે 8 વાગ્યે, પ્રતિપદા તિથિનો પ્રારંભ
- પ્રતિપદા તિથિ સમાપ્ત, 13 એપ્રિલ સવારે 10અને 16 મિનિટે
- કળશ સ્થાપનાનું શુભ મૂહૂર્ત 13 એપ્રિલ સવારે 5.58થી 10.14 સુધી
- કુલ અવધિ 4કલાક અને 16 મિનિટ