Astrology: દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે કે તેને જોઈએ તેવો લાઈફ પાર્ટનર મળે. પરંતુ જીવનમાં લગ્નમાં આવતા અવરોધો વ્યક્તિ માટે માનસિક સમસ્યાઓ ઉભી કરે છે. તમામ પ્રયાસો પછી પણ લગ્નમાં વિલંબ થાય છે, તો જ્યોતિષના આ ઉપાયો કારગર સાબિત થઈ શકે છે. 


ગુરુ ગ્રહને તમામ ગ્રહોનો ગુરુ કહેવામાં આવે છે. તેથી ગુરુવારે ગુરુની પૂજા કરવી વિશેષ ફળદાયી માનવામાં આવે છે. લગ્નમાં આવતા અવરોધોને દૂર કરવા માટે પીળા રંગની વસ્તુઓ જેમ કે ફૂલ, ફળ, કપડા, ચંદન વગેરે ગુરૂને અર્પણ કરવું જોઈએ.


લગ્નજીવનની સમસ્યાઓથી છુટકારો મેળવવાના ઉપાય



  • લગ્નમાં થતા વિલંબને દૂર કરવા માટે ગુરુવારે નહાવાના પાણીમાં એક ચપટી હળદરનો પાવડર ભેળવીને સ્નાન કરો. તેમજ ભોજનમાં કેસર અને પીળી વસ્તુઓ ખાવી.

  • લગ્નમાં વિલંબ થવાનું કારણ માંગલિક દોષ છે. જે લોકોના લગ્નમાં વિલંબ થઈ રહ્યો હોય તેમણે દર મંગળવારે સંકટમોચન હનુમાનજીને લાલ સિંદૂર ચઢાવવું જોઈએ અને ગોળ તથા લોટના લાડુ એકસાથે ચઢાવવા જોઈએ. આમ કરવાથી જલ્દી સારા સમાચાર મળી શકે છે.

  • સૂર્યના કારણે લગ્નમાં વિલંબ થતો હોય તો તે માટે લોકોએ દરરોજ બ્રહ્મ મુહૂર્તમાં સૂર્યદેવને જળ અર્પણ કરવું જોઈએ. જળ અર્પણ કરતી વખતે 'ઓમ સૂર્યાયૈ નમઃ' મંત્રનો જાપ કરો.

  • જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિવારે કાળા કપડામાં કાળા તલ, અડદની આખી દાળ, સાબુ અને લોખંડના ટુકડાનું દાન કરવું શુભ હોય છે. વહેલા લગ્ન માટે દર ગુરુવારે લોટના બે પેંડા બનાવી તેના પર થોડી હળદર લગાવો અને ગાયને માતાને ખવડાવો. તેમજ ગાયને ગોળ અને પીળા ચણાની દાળ પણ ખવડાવો.


Disclaimer:  અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતાઓ પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ  લો.


આ પણ વાંચોઃ


ખૂબ ચમત્કારી છે આ ધાતુનું કપડું પહેરવું, પહેરતાં જ માતા લક્ષ્મી બનાવી દે છે કરોડપતિ