Gur Ke Upay: ગોળ સ્વાસ્થ્ય માટે ઘણો ફાયદાકારક છે. આયુર્વેદમાં પણ ગોળના ઘણા ફાયદા જણાવાયા છે. હિન્દુ ધર્મમાં શુભ પ્રસંગે ગોળ-ધાણા ખાવાનો મહિમા છે. ગોળનો ઉપયોગ એક ઔષધિ તરીકે પણ કરવામાં આવે છે. ગોળમાં ઘણા પોષકતત્વો પણ હોય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગોળ ઘણો ફાયદાકારક માનવામાં આવે છે. ગોળને સૂર્યનો કારક પણ માનવામાં આવે છે. ગોળના કેટલાક ઉપાયોથી પરેશાની ઘટાડી પણ શકાય છે.


ગોળના ઉપાય


સૂર્ય મજબૂત કરવાઃ જો કોઈ વ્યક્તિની કુંડળીમાં સૂર્ય નબળો હોય તો ગોળ ખાઈને કાર્યની શરૂઆત કરવી જોઈએ. આમ કરવાથી કાર્યમાં અડચણ આવવાની શક્યતા નહીંવત થઈ જાય છે.


સૂર્ય દોષઃ કુંડળીમાં સૂર્ય દોષ દૂર કરવા માટે પાણીમાં ગાળનો ટુકડો નાંખીને વહાવવાથી સૂર્ય દોષ દૂર થાય છે. તેની સાથે જ 800 ગ્રામ તથા 800 ગ્રામ ગોળ રવિવારથી સળંગ આઠ દિવસ સુધી મંદિરમાં દાન કરવાથી સૂર્ય સંબંધિત દોષ દૂર થાય છે.


અટકેલા કાર્યો માટેઃ જો લાંબા સમયથી તમારા કાર્યો અટકેલા હોયતો તેને શક્ય તેટલા વહેલા પૂરા કરવા માટે દેશી ગોળ ઘરમાં રાથો અને સમયાંતરે તેનું થોડું સેવન કરતાં રહો. આમ કરવાથી સૂર્ય સંબંધિત શુભ મળવા લાગશે.


નવી નોકરી મેળવવા માટેઃ ઈન્ટરવ્યૂમાં જતી વખતે કે નોકરીની શોધ માટે ઘરની બહાર નીકળતી વખતે રસ્તામાં કોઈ ગાયને લોટ અને ઘંઉ ખવરાવવામાં આવે તો સફળતા મળે છે.


બજરંગબલીની કૃપા મેળવવા માટેઃ જો તમારા પર બજરંગબલીની કૃપા બનેલી રહે તેમ ઈચ્છતા હોવ તો હનુમાનજીને ગોળ અને ચણાનો પ્રસાદ ચઢાવવો જોઈએ. આમ કરવાાથી હનુમાનજીની કૃપા તમારા પર બની રહે છે.


આ પણ વાંચોઃ ઓક્ટોબર મહિનામાં પેસેન્જર વ્હીકલ અને ટુ વ્હીલરના વેચાણમાં કેટલા ટકાનો થયો ઘટાડો ? જાણો વિગત