નવી દિલ્હીઃ સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરર્સ (SIAM)ના જણાવ્યા મુજબ ભારતમાં ઓક્ટોબર મહિનામાં પેસેન્જર વ્હીકલનું વેચાણ ગત વર્ષના સમાન મહિના કરતાં 27 ટકા ઓછું થયું હતું. સેમિકન્ડકટરની અછતના કારણે પ્રોડક્શન પર અસર પડવાથી આ સ્થિતિ ઉદભવી છે. ગત મહિને પેસેન્જર વ્હીકલનું વેચાણ 2,26,353 યુનિટ હતું, જે ગત વર્ષે સમાનગાળામાં 3,10,694 યુનિટ હતું.
ટુ વ્હીલરના વેચાણમાં કેટલો થયો ઘટાડો
સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેક્ચર્સ દ્વારા જણાવવામાં આવ્યા મુજબ, ઓક્ટોબર મહિનામાં ટુ વ્હીલરનું વેચાણ ગત વર્ષના સમાન મહિનાની સરખામણીએ 25 ટકા ઘટીને 15,41,621 યુનિટ રહ્યું હતું. ઓક્ટોબર 2020માં 20,53,814 યુનિટનું વેચાણ થયું હતું.
સ્કૂટરના વેચાણમાં ઘટાડાની કેટલી અસર જોવા મળી
મોટર સાઇકલનું વેચાણ પણ 26 ટકા ઘટ્યું હતું. ઓક્ટોબર 2020ના 13,82,749 યુનિટની તુલનામાં ચાલુ વર્ષે ઓક્ટોબરમાં 10,17,874 ચુનિટનું વેચાણ થયું હતું. આ ઉપરાંત સ્કૂટરના વેચાણમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. સિયામના કહેવા મુજબ સ્કૂટરનું વેચાણ 21 ટકા ઘટ્યું છે. ગત મહિને કંપનીએ 4,67,161 યુનિટનું વેચાણ કર્યુ હતું, જે ગત વર્ષના સમાનગાળા દરમિયાન 5,90,507 યુનિટ હતું. પેસેન્જર વ્હીકલ, થ્રી વ્હીલર, ટુ વ્હીલર અને ક્વાડ્રિસાયકલ્સનું વેચાણ 25 ટકા ગટીને 17,99,579 યુનિટ્સ રહ્યું છે.
સિયામે શું કહ્યું
સિયામના ડાયરેક્ટર જનરલ રાજેશ મેનને કહ્યું, તહેવારોની સીઝન દરમિયાન બેન્કો દ્વારા આપવામાં આવતી ઓફર્સના કારણે આ મહિને વેચાણ વધવાની શક્યાત છે. સેમીકન્ડકરટની અછત અને રો મટીરિયલ્સના વધેલા ભાવના ઈન્ડસ્ટ્રી માટે ચિંતાનું કારણ છે.
આ પણ વાંચોઃ Hyundai આગામી વર્ષે નવા લુક સાથે ભારતમાં લોન્ચ કરશે Creta Facelift વર્ઝન
Car loan Information:
Calculate Car Loan EMI