Shiv Ji Remedies હિન્દુ ધર્મમાં અઠવાડિયાનાતમામ વાર કોઈને કોઈ દેવી-દેવતાને સમર્પિત છે. આ ખાસ દિવસે જે તે દેવી દેવતાની પૂજા, અર્ચના અને વ્રત કરવામાં આવે છે. સોમવારનો દિવસ ભગવાન શિવને સમર્પિત છે. માન્યતા છે કે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે  સોમવારનો દિવસ ખાસ છે. આ દિવસે શિવ ભક્તો વ્રત-ઉપવાસ રાખે છે, શિવલિંગને જળ ચઢાવે છે અને પૂજા પાઠ કરે છે.  આમ કરવાથી તમામ સમસ્યાઓ ખતમ થઈ જતી હોવાની માન્યતા છે. સંકટો નાશ પામે છે અને સુખ સમૃદ્ધિ આવે છે. એટલું જ નહીં આ દિવસે કરવામાં આવેલા ઉપાયથી ત્વરિત લાભ થાય છે. તેથી શિવપૂજાની સાથે જો કેટલાક ઉપાયો કરવામાં આવે તો અનેક સમસ્યાઓ દૂર થાય છે.


સોમવારના દિવસે કરો આ ઉપાય


જીવનમાં સમસ્યાઓ આવતી-જતી રહે છે પરંતુ કેટલીક સમસ્યાઓ જવાનું નામ નથી લેતી. આ સ્થિતિમાં કર્મ, જ્યોતિષ કારણ અને ગ્રહ દશાનો પણ હાથ હોય છે. આ સ્થિતિમાં સોમવારે આ ઉપાય કરીને તેમાંથી મુક્તિ મેળવી શકાય છે.


માન્યતા છે કે જે લોકોના વૈવાહિક જીવનમાં સમસ્યાઓ આવતી હોય તેમણે સોમવારે સવારે ગૌરી શંકર રૂદ્રાશ શિવ મંદિરમાં ચઢાવવા જોઈએ. આમ કરવાથી થોડા જ દિવસોમાં ફરક નજરે પડે છે.


અનેક વખત કુંડળીમાં ગ્રહ દોષ પણ પ્રગતિમાં આડે આવે છે. જીવનમાં સુખ-શાંતિ ન હોય તો સોમવારના દિવસે શિવલિંગ પર દૂધ ચઢાવવું જોઈએ. આવું સતત સાત સોમવાર સુધી કરવું જોઈએ. આમ કરવાની કુંડળીમાં ગ્રહોની દશા સુધરશે અને શિવજી તમામ મનોકામના પૂર્ણ કરશે.


જો તમે આર્થિક તંગીનો સામનો કરતા હો તો સોમવારે જળમાં દૂધ ભેળવીને શિવલિંગ પર ચઢાવો. ઉપરાંત રૂદ્રાશની માળાથી ऊँ सोमेश्वराय नमः નો 108 વખત જાપ કરો. દર પૂનમે દૂધ-જળથી ચંદ્રને અંજલિ આપો. થોડા જ દિવસોમાં આર્થિક સ્થિતિ સુધરતી જણાશે.