અમદાવાદઃ  કારતક મહિનામાં તુલસી પૂજનનું વિશેષ મહત્વ છે. આ મહિનામાં આવતી દેવઉઠી અગિયારસના દિવસે તુલસી વિવાહ યોજવામાં આવે છે. આ દિવસે તુલજીના લગ્ન ભગવાન વિષ્ણુના સ્વરૂપ શાલીગ્રામ સાથે કરવામાં આવે છે અને તેની સાથે જ લગ્ન સીઝનની શરૂઆત થાય છે. જે લોકો વિધિપૂર્વક તુલસી વિવાહનું આયોજન કરે છે તેમને કન્યાદાન તુલ્ય ફળ મળે છે અન અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થતી હોવાની માન્યતા છે. આગામી ૧૪ નવેમ્બરના ચાતુર્માસ પૂર્ણ થતાં લગ્નસરાની મોસમ જામશે. વિક્રમ સંવત ૨૦૭૮માં લગ્ન માટેના કુલ ૫૩ શુભ મુહૂર્ત છે.


લગ્નનું પ્રથમ મુહૂર્ત ક્યારે


દેવપોઢી એકાદશીથી દેવઉઠી એકાદશી સુધીના સમયગાળા દરમિયાન લગ્ન આયોજન પર બ્રેક લાગી જતી હોય છે. આ ચાર મહિનાના સમયગાળાને હિંદુ ચાતુર્માસ પણ કહેવામાં આવે છે. હિંદુ ચાતુર્માસ પૂર્ણ થતાં લગ્નનું સૌપ્રથમ શુભ મુહૂર્ત ૧૫ નવેમ્બરના છે. વર્ષ ૨૦૨૨માં ૧૫ જાન્યુઆરીથી ૧૪ જુલાઇ સુધી લગ્ન માટે માત્ર ૪૦ મુહૂર્ત રહેશે. ૧૪  જુલાઇ બાદ માત્ર નવેમ્બર-૨૦૨૨માં જ લગ્નના શુભ મુહૂર્ત આવશે. આ સિવાય ૨૦૨૧ના વર્ષ દરમિયાન નવેમ્બરમાં ૭ અને ડિસેમ્બરમાં ૬ દિવસ લગ્નના શુભ મુહૂર્ત છે. 


કોરોનાકાળમાં પ્રથમ વખત 400 મહેમાનોની હાજરીમાં લગ્ન


કોરોનાના કેસમાં ઘટાડો થતાં આ વખતે લગ્ન સમારોહમાં ૪૦૦ને પરવાનગી આપવામાં આવી છે. કોરોનાએ પગપેસારો કર્યા બાદ લગ્ન સમારોહમાં આટલી મોટી સંખ્યામાં અતિથિ ઉપસ્થિત રહે તેવું પ્રથમવાર બનશે. જેના કારણે જાન્યુઆરી સુધી અનેક પાર્ટીપ્લોટ, હોલ હાઉસફૂલ થઇ ગયા છે.


વિ.સ. ૨૦૭૮માં લગ્નના મુહૂર્ત



  • નવેમ્બર : ૧૫,૧૬,૨૦,૨૧,૨૮,૨૯,૩૦.

  • ડિસેમ્બર: ૧,૨,૬,૭,૧૧,૧૩.

  • જાન્યુઆરી: ૧૫, ૨૦, ૨૧, ૨૨, ૨૩, ૨૫, ૨૬, ૨૭, ૨૮, ૨૯ .

  • ફેબ્રુઆરી: ૫, ૬, ૯, ૧૦, ૧૧, ૧૬, ૧૭, ૧૯.

  • માર્ચ: ૪ , ૮ ,૨૦.

  • એપ્રિલ: ૧૪, ૧૭, ૨૧, ૨૨ .

  • મે: ૧૧, ૧૨, ૧૮, ૨૦ , ૨૫ .

  • જૂન:  ૧૦, ૧૨, ૧૫, ૧૬.

  •  જુલાઈ:  ૩, ૬, ૮, ૧૦, ૧૧ ૧૪.