ધર્મ: આમ તો કૈલાશ પર્વતને ભગવાન શંકરનું નિવાસ સ્થાન માનવામાં આવે છે પરંતુ ભારતમાં એવા અનેક પાવન ધામ છે, જ્યાં શિવના પદચિન્હ આજે પણ મોજૂદ છે.
સનાતન ઘર્મમાં મહાદેવને ત્રિદેવોમાંથી એક અને સંહારક દેવતા મનાય છે. આમ તો શંકરનું નિવાસ સ્થાન કૈલાશ મનાય છે પરંતુ ભારતમાં એવા અનેક સ્થળ છે જ્યાં શિવના પદચિન્દ જોવા મળે છે. કયા છે આ સ્થળ જાણીએ..
ઉત્તરાખંડના જોગેશ્વરી ધામમાં શિવના પદચિન્હ આજે પણ મોજૂદ હોવાનો દાવો થઇ રહ્યો છે. ઉત્તરાખંડના અલ્મોઢા જિલ્લાથી માત્ર 36 કિલોમીટર દૂર જોગેશ્વરી નામનો પહાડ છે. કહેવાય છે કે, પાંડવોને દર્શન આપ્યા બાદ અહીંથી ભગવાન શિવે કૈલાશ જવા માટે પ્રસ્થાન કર્યું હતું.
તમિલનાડુ પ્રદેશના થિરૂવેંગડૂઅને થિરૂવનન્ના મલાઇમાં પણ શિવના પદચિન્હ હોવાનો દાવો થઇ રહ્યો છે. તમિલનાડુના પ્રદેશના થિરૂવેંગડૂમાં એક સ્વેદ્રારણ્યેશ્વરનું મંદિર છે. જ્યાં શિવના પદચિન્હ છે. જેને રૂદ્ગ પદ્મ કહેવાય છે. ઉપરાંત તમિલનાડુ પ્રદેશના થિરૂવનન્ના મલાઇમાં પણ શિવ પદચિન્હ છે.
અસમના શોણિતપુર જિલ્લા તેજપુર શહેરમાં બ્રહ્મપુત્ર નદી કિનારે રૂદ્ર પદ્મ મંદિર સ્થાપિત છે. જ્યાં મહાદેવના પદચિન્હ હોવાનું મનાય છે. જેના પરથી મંદિરનું નામ પણ રૂદ્ર પદ્મ પડ્યું છે
ભારતની આ 4 જગ્યાએ એવી છે, જ્યાં આજે પણ મોજૂદ છે શિવના ચરણના નિશાન
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
09 Feb 2021 04:49 PM (IST)
આમ તો કૈલાશ પર્વતને ભગવાન શંકરનું નિવાસ સ્થાન માનવામાં આવે છે પરંતુ ભારતમાં એવા અનેક પાવન ધામ છે, જ્યાં શિવના પદચિન્હ આજે પણ મોજૂદ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -