Shri Krishna Janmashtami 2021 Upay: જન્માષ્ટમી હિન્દુઓનો પ્રમુખ તહેવારોમાંથી એક છે. આ તહેવાર શ્રી હરિ વિષ્ણુના આઠમા અવતાર શ્રીકૃષ્ણના જન્મદિવસના રૂપમાં ઉજવવામાં આવે છે.  


જન્માષ્ટમી 2021 મુહૂર્ત


વર્ષ 2021માં કૃષ્ણ પક્ષની અષ્ટમીની તિથિ 29 ઓગસ્ટના રાતે 11 વાગ્યાથી 25 મિનિટે શરૂ થશે અને 30 ઓગસ્ટની રાતે 1 વાગે 59 મિનિટ પર સમાપ્ત થશે. જન્માષ્ટમીની પૂજાનો સમય આજે રાતે 11 કલાક 59 મિનિટથી 12 કલાક 44 મિનિટ સુધી રહેશે.


જન્માષ્ટમીના દિવસે ન કરો આ 6 કામ



  • આજે જન્માષ્ટમીના દિવસે કોઈપણ વ્યક્તિનું અમીર-ગરીબના રૂપમાં અનાદર કે અપમાન ન કરો. લોકો સાથે વિનમ્રતાથી વ્યવહાર કરો. કોઈ સાથે ભેદભાવ ન કરો.

  • શાસ્ત્રો મુજબ, આજે જન્માષ્ટમીના દિવસે ચોખા કે તેનાથી બનેલું ભોજન ગ્રહણ ન કરો. કારણકે ચોખાને ભગવાન શિવનું રૂપ માનવામાં આવ્યું છે.

  • પૌરાણિક માન્યતા મુજબ જન્માષ્ટમીના વ્રતમાં શ્રીકૃષ્ણનો જન્મ થવાના સમય સુધી અર્થાત રાતે 12 વાગ્યા સુધી વ્રતનું પાલન કરતી વખથે અન્નનું સેવન ન કરો,

  • જન્માષ્ટમીના દિવસે સ્ત્રી-પુરુષ અર્થાત તમામ વ્રતધારીએ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ.

  • જન્માષ્ટમી પર ગાયોની પૂજા અને સેવા જરૂર કરો. આમ ન કરવાથી ભગવાન શ્રીકૃષ્ણ નારાજ થાય છે.

  • જન્માષ્ટમીના વ્રતના દિવસે ઘરમાં લસણ, ડુંગળી જેવા તામસી પદાર્થોનો ઉપયોગ ન કરવો જોઈએ.


રાત્રે 12 વાગ્યે કેમ લીધો શ્રીકૃષ્ણએ જન્મ


દ્વાપર યુગમાં શ્રીકૃષ્ણએ રોહિણી નક્ષત્રમાં જન્મ લીધો હતો. તેનું મુખ્ય કારણે ચંદ્રવંશી હતું. ધાર્મિક માન્યતા મુજબ શ્રીકૃષ્ણ ચંદ્રવંશી હતા. તેમના પૂર્વજ ચંદદેવ હતા અને તે બુધ ચંદ્રના પુત્ર છે. આ કારણે શ્રીકૃષ્ણએ ચંદ્રવંશમાં જન્મ લેવા માટે બુધવારનો દિવસ પસંદ કર્યો હતો. જ્યોતિષીઓ મુજબ રોહિણી ચંદ્રમાની પ્રિય પત્ની અને નક્ષત્ર છે. આ કારણે શ્રીકૃષ્ણએ રોહિણી નક્ષત્રમાં જન્મ લીધો હતો. ઉપરાંત આઠમની તિથિએ જન્મ લેવાનું પણ એક કારણ હતું. આ તિથિ શક્તિનું પ્રતીક છે. શ્રીકૃષ્ણ શક્તિ સંપન્ન, સ્વયંભૂ અને પરબ્રહ્મા છે તેથી આઠમના દિવસે જન્મ લીધો હતો.   ચંદ્ર રાતે નીકળે છે તેથી તેમણે પૂર્વજોની હાજરીમાં જન્મ લીધો હતો. એમ પણ કહેવાય છે કે ચંદ્ર દેવની ઈચ્છા હતી કે શ્રી હરિ વિષ્ણુ ભગવાન તેમના કુળમાં કૃષ્ણ તરીકે જન્મ લે અને તેઓ તેમના પ્રત્યક્ષ દર્શન કરી શકે. પૌરાણિક કથા મુજબ શ્રીકૃષ્ણના જન્મ સમયે ધરતીથી લઈ આકાશ સુધીનું સમગ્ર વાતાવરણ સકારાત્મક થઈ ગયું હતું. એટલું જ નહીં શ્રીકૃષ્ણએ યોજનાબદ્ધ રીતે મથુરામાં જન્મ લીધો હતો.


આ મંત્રનો જાપ કરો


ભગવાન શ્રીકૃષ્ણની પૂજામાં ‘कृं कृष्णाय नम:’ મંત્રનો જાપ કરો. મંત્ર જાપ ઓછામાં ઓછા 108 વાર કરો. આવું કરવાથી શ્રીકૃષ્ણ પ્રસન્ન થાય છે. 


પુષ્ટિમાર્ગમાં કેમ જન્માષ્ટમીના બીજા દિવસે ઉજવવામાં આવે છે નંદ મહોત્સવ ? જાણો શું છે કારણ