Krishna Janmashtami Puja Vidhi: આજે ભગવાન કૃષ્ણની જન્મજયંતિની દેશભરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ભગવાન કૃષ્ણના મંદિરો અને ઘરોમાં જન્માષ્ટમીની ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. આજે રાત્રે 12 વાગે કનૈયાનો જન્મ થશે, ત્યારબાદ દરેક જગ્યાએ એક જ ગુંજ સંભળાશે અને તે છે - નંદ ઘેર આનંદ ભયો, જય કન્હૈયા લાલકી, હાથી ઘોડા પાલખી, જય કન્હૈયા લાલ. જન્માષ્ટમીના દિવસે વ્રત રાખવાથી અને યોગ્ય રીતે લાડુ ગોપાલની પૂજા કરવાથી ભક્તોના દરેક દુઃખ દૂર થાય છે. તેની સાથે જ ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. જાણો અહીં શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની પૂજા કરવાની સાચી રીત અને શુભ સમય કયો છે.


જન્માષ્ટમી પૂજા વિધિ - 
જન્માષ્ટમીના દિવસે સવારે સ્નાન કરો અને સ્વચ્છ વસ્ત્રો પહેરો.
કનૈયાની પૂજા કર્યા પછી જન્માષ્ટમી વ્રત રાખવાનો સંકલ્પ લો.
જો જન્માષ્ટમીનું વ્રત પાણી વિના કરવામાં આવે તો પાણી પણ ના પીવું.
સાંજ પછી પૂજાની તૈયારી શરૂ કરો.
મંદિર અથવા પૂજા રૂમને સાફ કરો અને તેને ગંગા જળથી શુદ્ધ કરો.
આ પછી, એક બાજોટ મૂકો અને તેના પર લાલ અથવા પીળું કપડું પાથરો.
બાજોટ પર રાધા-કૃષ્ણની મૂર્તિ અથવા ચિત્ર સ્થાપિત કરો.
રાત્રે 12 વાગે લાડુ ગોપાલનો જન્મ કરાવો.
ત્યારબાદ નાના કનૈયાને દહીં, દૂધ, તુલસી, મધ, ઘી અને ગંગા જળથી અભિષેક કરો.
હવે બાલ ગોપાલને સ્વચ્છ કપડાથી લૂછીને તેને નવા કપડાં અને ઘરેણાં પહેરાવી દો.
શૃંગાર કર્યા પછી કનૈયાજીને ઝૂલામાં અથવા બાજોટ પર બેસાડવો. બાળ ગોપાલ પાસે ગાય-વાછરડું, મોર પીંછા અને વાંસળીની મૂર્તિ રાખવી.
ત્યારબાદ ધૂપ, દીપ, ફળ, ફૂલ, અક્ષત, સિંદૂર, ચંદન અને તુલસીની માળા અર્પણ કરો.
હવે ઘીનો દીવો પ્રગટાવો અને ભગવાન કૃષ્ણની આરતી કરો.
આરતી પછી કનૈયાજીને પંજીરી, માખણ-મિશ્રી, ખીર, માખણ, કાકડી, મીઠાઈ વગેરે ચઢાવો.
ભગવાન કૃષ્ણના મંત્રોના જાપ કરીને જન્માષ્ટમીની પૂજા પૂર્ણ કરો.
ભગવાન કૃષ્ણની સામે હાથ જોડી, તમારી ભૂલ માટે માફી માગો અને તમારી મનોકામના પૂર્ણ કરવા માટે પ્રાર્થના કરો.


ભગવાન કૃષ્ણના મંત્ર 


ॐ कृष्णाय नमः


ॐ आदिकेशवाय नमः


ॐ वासुदेवाय नमः


ॐ केशवाय नमः


ॐ श्री कृष्णाय वासुदेवाय हरये परमत्मने प्रणतः क्लेशनाशाय गोविंदाय नमो नमः


ॐ नमो भगवते श्री गोविन्दाय


ॐ नमो भगवते तस्मै कृष्णाया कुण्ठमेधसे।  सर्वव्याधि विनाशाय प्रभो माममृतं कृधि।।


हरे कृष्ण, हरे कृष्ण, कृष्ण कृष्ण, हरे हरे राम, हरे राम, राम राम, हरे हरे


જન્માષ્ટમી 2024 શુભ મુહૂર્ત 
ભાદ્રપદ મહિનાની કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિ શરૂ થાય છે - 26 ઓગસ્ટ મધ્યરાત્રિ 3:39 થી
કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિ સમાપ્ત થાય છે - 27મી ઓગસ્ટ બપોરે 2:19 વાગ્યે
રોહિણી નક્ષત્ર શરૂ થાય છે - 26 ઓગસ્ટ 2024 બપોરે 3:55 વાગ્યાથી
રોહિણી નક્ષત્ર સમાપ્ત થાય છે - 27મી ઓગસ્ટ બપોરે 3:38 કલાકે
જન્માષ્ટમીની પૂજા માટેનો શ્રેષ્ઠ સમય 26 ઓગસ્ટના રોજ સવારે 12:01 થી 12:45 સુધીનો છે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક આસ્થા અને લોક માન્યતાઓ પર આધારિત છે. આ માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. એબીપી અસ્મિતા ન્યૂઝ એક પણ વાતની સત્યતાનો પુરાવો આપતું નથી.)


આ પણ વાંચો


Shubh Muhurat: જન્માષ્ટમીથી માસિક શિવરાત્રિ સુધી, જાણો 7 દિવસના શુભ મુહૂર્ત અને રાહુકાળ વિશે...