જ્યોતિષી ચેતન પટેલ દ્વારા દિવાળીના શુભમુહૂર્તો અંગે જાણકારી આપવામાં આવી છે. વિક્રમ સંવત ૨૦૮૦ પુષ્ય નક્ષત મુહૂર્ત ચોપડા લાવવાના મુહૂર્તો અંગે વિગતવાર જાણકારી આપવામાં આવી છે. 


(૧) આસો વદ-૦૭ શનિવાર  તા.૦૪-૧૧-૨૦૨૩ શનિ પુષ્ય નક્ષત્ર યોગ
 સમય : સવારમાં ૧૨-૨૩ થી ૧૬-૩૫ ચલ લાભ અમૃત
સાંજે ૧૭-૫૯ થી ૧૯-૩૫ અને રાત્રે ૨૧-૧૧ થી ૨૪-૨૪માં ચોપડા લાવવા તથા સોનુ-ચાંદી લાવવા માટે શુભ


( ૨) આસો વદ-૦૮ રવિવાર
રવિ પુષ્ય નક્ષત્ર સિદ્ધિ યોગ તા.૦૫-૧૧-૨૦૨૩ 
સમય : સવારના ૦૮-૧૧ થી ૧૦-૨૮ (ચલ ,લાભ)  સુધીમાં ચોપડા લાવવા સોનું ચાંદી ખરીદવા શુભ કાર્ય  નું મુહર્ત કરવા 


ધનતેરસના શુભ મુહર્ત 


લક્ષ્મી પૂજા-કુબેરપૂજા- ધન્વંતરિ પૂજા તેમજ ચોપડા લાવવા 
(૧) આસો વદ-૧૩  શુક્રવાર તા.૧૦-૧૧-૨૦૨૩ 
સમય : સવારમાં ૧૨-૨૪ થી ૧૩-૪૬ ( શુભ)
સાજે ૧૬-૩૩ થી ૧૭-૫૬ ( ચલ)
રાત્રે ૨૧-૧૦ થી ૨૨-૪૭ ( લાભ) અને ૨૪-૨૪ થી ૨૭-૩૮ ( શુભ અમૃત) સુધીમાં ધનપૂજા કરવી


કાળીચૌદશના મુહર્ત 


કાળીપૂજા ,હનુમાન પૂજા ભૈરવ પૂજા  યંત્ર મંત્ર સાધના તેમજ ઉગ્ર દેવ સાધના 
(૧) આસો વદ-૧૪ શનિવાર તા.૧૧-૧૧-૨૦૨૩ આ દિવસે દિવસે અને રાત્રે ભૈરવ, બટુક, વીર, હનુમાન, મહાકાલી અને દશ મહાવિધાની આરાધના અને તાંત્રિક કાર્યો માટે ઉત્તમ 
સમય : બપોરે ૧૨-૨૪ થી ૧૬-૩૨ ( ચલ લાભ અમૃત )
સાજે ૧૭-૫૫ થી ૧૯-૩૨( લાભ) 
રાત્રે ૨૧-૧૦ થી ૨૬-૦૧ 
(શુભ અમૃત ચલ)  સુધીમાં સાધના  મશીનરી , યંત્રપૂજા કરવી ઉત્તમ ગણાય 


દિવાળી અને શારદા-ચોપડા પૂજન


આસો વદ-અમાસ  રવિવાર તા.૧૨-૧૧-૨૦૨૩ જેમાં દિવસે અને રાત્રે ચોપડા પૂજન સરસ્વતી પૂજનના શુભ મુહર્ત 


(૧) સવારે ૦૮-૧૫ થી ૧૨-૨૪ ચલ-લાભ-અમૃત ચોઘડિયા 
બપોરે  ૧૩-૪૫ થી ૧૫-૦૯ સ્થિર કુંભ લગ્ન, શુભ ચોઘડિયું  
સાંજે ૧૭-૫૬ થી ૨૨-૪૬ શુભ-અમૃત-ચલ ચોઘડિયા, સ્થિર વૃષભ લગ્ન  
મોડી રાત્રે ૨૪-૩૬ થી ૨૬-૪૭ બળવાન સ્થિર સિંહ લગ્ન અને લાભ ચોઘડિયું.


બેસતુ વર્ષ વિક્રમ સવંત ૨૦૮૦


નૂતન વર્ષ  પેઢી ખોલવાનું શ્રેષ્ઠ મુહૂર્ત  કારતક સુદ-૧ મંગળવાર તા.૧૪-૧૧-૨૦૨૩ સમય : સવારમાં ૦૯-૩૮ થી ૧૩-૪૬ (ચલ લાભ અમૃત) નૂતન વર્ષમાં પેઢી ખોલવી વેપાર ધંધાનું ઓપનિંગ કરવું. 


લાભ પાંચમ
 
કારતક સુદ-૫ શનિવાર તા.૧૮-૧૧-૨૦૨૩ નવા વર્ષે પેઢી ખોલવાનું મુહર્ત 
સમય : સવારમાં ૦૮-૧૮ થી ૦૯-૪૦(શુભ ) 
બપોરે  ૧૨-૨૫ થી ૧૩-૪૫  (ચલ ) માં પેઢી ખોલવી  
વિક્રમ સંવત ૨૦૮૦ માર્ચ એન્ડના ચોપડા ખરીદવાનું પણ મુહૂર્ત    


Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.


 


Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial