Mahashivratri 2025: આજે દેશભરમાં મહાશિવરાત્રીની ઉજવણી કરવામાં આવી રહી છે. ઉજ્જૈનથી લઇને કાશી વિશ્વનાથ મંદિરમાં ભક્તોની ભારે ભીડ ઉમટી રહી છે. શિવરાત્રીનું ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ ખૂબ જ છે. મહાશિવરાત્રી નિમિત્તે મોટી સંખ્યામાં ભક્તો ભગવાન શિવજીના દર્શન માટે પહોંચ્યા હતા.






મહાશિવરાત્રી નિમિત્તે ઉજ્જૈનના શ્રી મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ મંદિરમાં આરતી કરવામાં આવી હતી. ઉપરાંત, મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ મંદિરમાં ખાસ ભસ્મ આરતી કરવામાં આવી હતી.






કાશી વિશ્વનાથ મંદિરમાં મંગળા આરતી કરવામાં આવી


મહાશિવરાત્રી નિમિત્તે કાશી વિશ્વનાથ મંદિરમાં પૂજા કરવા માટે ભક્તોની ભીડ ઉમટી રહી છે. મહાશિવરાત્રી નિમિત્તે શ્રી કાશી વિશ્વનાથ મંદિરમાં મંગળા આરતી કરવામાં આવી હતી.


દિલ્હી અને ગાઝિયાબાદના શિવ મંદિરોમાં ભક્તો પહોંચી રહ્યા છે


મહાશિવરાત્રી નિમિત્તે પૂજા કરવા માટે મહિપાલપુરના શિવમૂર્તિ મંદિરમાં ભક્તોની ભીડ ઉમટી પડી હતી અને મહાશિવરાત્રી નિમિત્તે પ્રાર્થના કરવા માટે ગાઝિયાબાદના શ્રી દૂધેશ્વર નાથ મંદિરમાં ભક્તો ઉમટ્યા હતા.






ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ મંદિરમાં ભારે ભીડ


મહાશિવરાત્રી નિમિત્તે મહારાષ્ટ્રના નાસિકમાં શ્રી ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે.


કેન્દ્રીય મંત્રી ઉજ્જૈન મહાકાલેશ્વર મંદિર પહોંચ્યા


નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ ઉજ્જૈનમાં શ્રી મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ મંદિરમાં સવારની આરતીના દર્શન કર્યા હતા. તેમણે કહ્યું કે તેમને મહાશિવરાત્રીના પવિત્ર દિવસે મહાકાલના દર્શન કરવાનો લહાવો મળ્યો. અહીંની વ્યવસ્થા ખૂબ સારી છે. અમે પ્રાર્થના કરીએ છીએ કે દેશની સેવા વધુ સારી રીતે કરવાની શક્તિ મળે.