મહાશિવરાત્રિ 2021:આ વર્ષે મહાશિવરાત્રિના પર્વે શ્રવણ-ઘનિષ્ઠ નક્ષત્રની સાથે શિવ યોગ, સિદ્ધ યોગ  બની રહ્યો છે. જ્યોતિષાચાર્ય મુજબ આ શુભ નક્ષત્ર યોગનો સંયોગ 100 વર્ષ બાદ બની રહ્યો છે. આ સ્થિતિમાં મહાશિવરાત્રિ પર્વનું મહત્વ વધી રહ્યું છે.


આ વર્ષે શિવરાત્રિનું પર્વ ત્રિયોદશીની વચ્ચે શરૂ થઇને ચતુર્દશીએ આવી રહ્યું છે. આ યોગ 23 કલાક સુધી ચાલશે. નક્ષત્ર ઘનિષ્ઠા 11 માર્ચે રાત્રે 9.45 મિનિટ સુધી રહેશે. ત્યારબાદ શિતભિષ। નક્ષત્ર શરૂ થઇ જશે. મહાશિવરાત્રિના દિવસે શિવયોગ 09થી  24 મિનિટ સુધી રહેશે અને ત્યારબાદ સિદ્ધ યોગ શરૂ થઇ જશે. 


મહાશિવરાત્રિના દુર્લભ યોગમાં કરો શિવ પૂજા
શિવ યોગ - Mar 10 10:36 AM – Mar 11 09:24 AM
સિદ્ધ યોગ - Mar 11 09:24 AM – Mar 12 08:29 AM


મહાશિવરાત્રિમાં 4 પ્રહરમાં કરો પૂજા
હિન્દુ પંચાગ મુજબ 11 માર્ચે  ચતુર્દશી તિથિ બપોરે 02 વાગ્યાથી  39 મિનિટ સુધી શરૂ થઇને 12 માર્ચે શુક્રવાર બપોરે ત્રણ વાગ્યાને 2 મિનિટે પૂર્ણ થશે. મહાશિવરાત્રિના દિવસે પૂજાનું પ્રથમ પ્રહર 11 માર્ચ સાંજે 6.27થી રાત્રે 9.29 મિનિટ સુધી રહેશે. બીજું પહેર રાત્રે 9,29 મિનિટથી 12,31 મિનિટ સુધી રહેશે. શિવ પૂજાનું ત્રીજું પ્રહર રાત્રે 12,31થી  સવારે 3.32 સુધી રહેશે. જ્યારે ચોથુ પ્રહર 12 માર્ચે વહેલી સવારે 3,32થી સવારે 6,34 મિનિટ સુધી રહેશે.