મહાશિવરાત્રિમાં શિવ પૂજા, અભિષેકનું સવિશેષ મહત્વ છે. જો કે પૂજા કરતા પહેલા એ જાણી લેવું જરૂરી છે, કે ક્યાં પદાર્થ શિવને અર્પણ નથી કરતા. શિવજીને તુલસી અને શંખ અર્પણ કરવો વર્જિત છે. 


શિવલિંગ પર તુલસી ન કરો અર્પણ
હિન્દુઘર્મમાં તુલશીનું વિશેષ મહત્વ છે. તુલસીનો બધા જ કાર્યમાં ઉપયોગ થાય છે. જો કે ભગવાન શિવને તુલસી અર્પણ કરવી વર્જિત છે. તુલસી અર્પિત કરવાથી પૂજા પૂર્ણ નથી મનાતી. શિવ પૂજામાં કયારેય તુલસીનો પ્રયોગ ન કરો. 


શંખનો પ્રયોગ વર્જિત છે
શંખ શિવ પૂજા માટે વર્જિત છે. પૌરાણિક કથા મુજબ શિવે શંખચૂડ  નામના રાક્ષસનો વધ કર્યો હતો. જે ભગવાન વિષ્ણુનો પ્રિય હતો. શંખને એ અસૂરનું જ પ્રતીક મનાય છે. આ કારણે શિવ પૂજામાં શંખનો ઉપયોગ વર્જિત છે. 


તૂટેલા અક્ષત ન કરો અર્પણ
અક્ષત પૂજા માટે ઉપયોગમાં લેવાનું વિધાન છે પરંતુ પૂજા માટે ક્યારેય તૂટેલા અક્ષત અર્પણ ન કરવા જોઇએ. પૂજાનું સંપૂર્ણ ફળ જોઇતું હોય તો આખા અક્ષત પૂજામાં ભગવાનને અર્પણ કરવાનું વિધાન છે. 


નારિયેળ પાણીથી અભિષેક ન કરો
નારિયેળને લક્ષ્મીનું પ્રતીક મનાય છે. જેનો સંબંધ વિષ્ણુ સાથે છે. શિવપૂજામાં નારિયેલ અને નારિયેળના પાણીનો પ્રયોગ પણ વર્જિત મનાય છે. 


કુમકુમ સિંદૂરનો પ્રયોગ ન કરો
શિવપૂજામાં કુમકુમ અને સિંદૂરનો પ્રયોગ ન કરવાનું વિધાન છે. ભગવાન શિવને વૈરાગી માનવામાં આવે છે.જ્યારે કુમ કુમ સૌભાગ્યનું પ્રતીક છે. આ કારણે જ કુમકુમ અને સિંદૂર શિવને ન અર્પણ કરવું જોઇએ.