Navratri 2024:  આજથી આસો નવરાત્રિનો પ્રારંભ થઇ રહ્યો છે.  આ વખતે ઘટસ્થાપન માટે બે ખૂબ જ શુભ મુહૂર્ત રચાઈ રહ્યાં છે. જાણો નવરાત્રિમાં કળશ સ્થાપિત કરવાનો શુભ મૂહૂર્ત અને વિધિ


ઘટસ્થાપના માટે શુભ મૂહૂર્ત


કળશ સ્થાપના માટે સવારનો શુભ સમય સવારે 6:15 થી 7:22 સુધીનો છે. જેથી આપને સવારે ઘટ સ્થાપના માટે 1 કલાક 6 મિનિટનો સમય મળશે. આ ઉપરાંત બપોરના સમયે અભિજીત મુહૂર્તમાં પણ  કળશ સ્થાપના કરી શકો છે. અભિજીત મુહૂર્ત શુભ અને  શ્રેષ્ઠ માનવામાં આવે છે.


કેવી રીતે કરશો ઘટસ્થાપન



  • નવરાત્રિના પહેલા જે સ્થાને પૂજા કરવાની છે, તે સ્થાનને પવિત્ર કરો.

  • સ્નાન કર્યાં બાદ પૂજા વિધિ શરૂ કરો.પૂજા સમયે  લાલ વસ્ત્રો પહેરો.

  • સૌ પ્રથમ દીપક પ્રગટાવો અને ગણેશ અને મા દુર્ગાનું આહવાન કરો

  • આસન બિછાવો તેના પર  ગણેશજી અને મા દુર્ગાની તસવીર અથવા મૂર્તિની સ્થાપના કરો.

  • બાદ કળશ સ્થાપના માટે તાંબાના કળશમાં જળ ભરો તેમાં સોપારી સિક્કો નાખો

  • કળશને ઉત્તર-પૂર્વ ખૂણામાં રાખવું શુભ માનવામાં આવે છે.

  • કળશના મુખ પર નાડાછડી બાંધો. તેમાં કુમકુમ ચોખા પધરાવો, ઉપર  નારિયેળ નાડાછડી બાંધીને મૂકો આપ ઇચ્છો તો તેમા  લાલ ચુંદડીપણ બાંધી શકો છો. તેના  આંબા પાંચ  પાન પર તેને કળશ પર રાખો અને તેના પર આ નારિયેળ મૂકો.

  • હવે મા દુર્ગા ગણેશ અને કળશનું ચંદન ધૂપ દીપ આપીને પુષ્પ અર્પણ કરીને ષોડસોપચારે પૂજા કરો. બાદ થાળ ધરાવો અને આરતી કરો.


આ વર્ષે અશ્વિન શુક્લ પક્ષની પ્રતિપદા (એકમ) તિથિ 3જી ઓક્ટોબરના રોજ સવારે 12.18 વાગ્યાથી 4 ઓક્ટોબરના રોજ સવારે 02.58 વાગ્યા સુધી રહેશે. નવરાત્રિના પ્રથમ દિવસે ઘટસ્થાપન માટેનો શુભ સમય સવારે 06.15 થી 07.22 સુધીનો છે.


શારદીય નવરાત્રિમાં મહાષ્ટમી અને દુર્ગાનવમીના દિવસો સૌથી પ્રભાવશાળી માનવામાં આવે છે. આ વખતે નવરાત્રિમાં અષ્ટમી 11મી ઓક્ટોબરે છે અને મહાનવમી 12મી ઓક્ટોબર 2024ના રોજ છે.


વર્ષ 2024ની શારદીય નવરાત્રિમાં મા દુર્ગા પાલખીમાં સવાર થશે, કારણ કે આ વર્ષે ગુરુવારથી નવરાત્રિ શરૂ થઈ રહી છે. જો ગુરુવારથી નવરાત્રિ શરૂ થાય છે તો માતા દેવી પાલખીમાં બેસીને પૃથ્વી પર આવે છે. આસો નવરાત્રિની 9 દેવીઓ - મા શૈલપુત્રી, મા બ્રહ્મચારિણી, મા ચંદ્રઘંટા, મા કુષ્માંડા, મા સ્કંદમાતા, મા કાત્યાયની, મા કાલરાત્રી, મા મહાગૌરી, મા સિદ્ધિદાત્રી. નવરાત્રિ દરમિયાન 9 દિવસ સુધી અખંડ જ્યોત પ્રગટાવવામાં આવે છે. ઘીનો દીવો દેવીની જમણી બાજુ અને તેલનો દીવો દેવીની ડાબી બાજુએ રાખવો જોઈએ.