Hariyali Teej 2022: શ્રાવણ સુદ ત્રીજને હરિયાળી ત્રીજ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે હરિયાળી ત્રીજનું વ્રત 31 જુલાઈ, 2022 બુધવારના રોજ છે. આ ઉપવાસ ખૂબ જ મુશ્કેલ છે. આ દિવસે મહિલાઓ નિર્જલા વ્રત રાખીને ભગવાન શિવ અને દેવી પાર્વતીની પૂજા કરે છે. આ દિવસ ભગવાન શિવ અને માતા પાર્વતીના પુનઃમિલનના તહેવાર તરીકે ઉજવવામાં આવે છે. આ વ્રતને લઈને ઘણા પ્રકારના નિયમો છે, જેનું પાલન કરવું જરૂરી માનવામાં આવે છે. આ નિયમોમાં થોડીક ભૂલ થવાથી ઉપવાસ તૂટવાનો ભય રહે છે. આવી સ્થિતિમાં વ્રત રાખનારી કેટલાક કામો ભૂલથી પણ ન કરવા જોઈએ.
હરિયાળી ત્રીજ પર આ કામ ન કરો
- હરિયાળી ત્રીજ પર કાળા અને સફેદ વસ્ત્રો ન પહેરો. આ રંગના કપડા પહેરવા અશુભ માનવામાં આવે છે.
- આ દિવસે કાળી બંગડીઓ ન પહેરવી, પરંતુ આ દિવસે પરિણીત મહિલાઓએ લીલી બંગડીઓ પહેરવી જોઈએ. તે ઉલ્લાસ અને પતિના આયુષ્યનું પ્રતિક માનવામાં આવે છે.
- વ્રતના દિવસે કોઈના ઉપર ગુસ્સો ન કરવો. આ દિવસે શાંત ચિત્તે પૂજા કરો.
- આ દિવસે મનમાં કોઈ નકારાત્મક વિચારો ન લાવશો અને બીજાનું અપમાન કરવાથી બચો.
- વ્રત દરમિયાન કોઈપર ક્રોધ કરવાથી બચો અને ઝઘડાથી દૂર રહો.
- હરિયાળી ત્રીજનું વ્રત ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે, તેથી આ સમયમાં કોઈપણ પ્રકારના લોભ કે કપટથી બચો.
- હરિયાળી ત્રીજના વ્રત દરમિયાન ભૂલથી પણ પાણી કે દૂધનું સેવન ન કરવું.
- વ્રત રાખનારી મહિલાઓએ આ દિવસે સૂવું ન જોઈએ. આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા પૂર્ણ ભક્તિ સાથે કરો.
- ત્રીજનું વ્રત પારણા મુહૂર્ત પહેલા ન ખોલવું જોઈએ. મુહૂર્ત પહેલા કે પછી ઉપવાસ તોડવાથી તેનું ફળ મળતું નથી.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો.