મોટાભાગના લોકો જમીન પર બેસીને પૂજા કરે છે, પરંતુ આ દરમિયાન જાણી-અજાણે કેટલીક ભૂલ થઈ જાય છે, જેનો તેમને ખ્યાલ નથી હોતો. તેમાંથી એક છે પૂજાની સામગ્રી જમીન પર રાખવી. વ્યક્તિ દ્વારા કરવામાં આવેલી આ ભૂલ તેમના માટે મુશ્કેલીનું કારણ બની જાય છે. પૂજામાં ઉપયોગમાં લેવાતી સામગ્રીને જો જમીનમાં રાખવામાં આવે તો વિપરીત પરિણામ પ્રાપ્ત થાય છે. આવો જાણીએ પૂજા દરમિયાન ઉપયોગમાં લેવાતી કઈ વસ્તુઓ જમીન પર ન રાખવી જોઈએ.

આ 7 વસ્તુઓને જમીન પર ન રાખો

1-દીવો

પૂજા દરમિયાન દીવો સીધો જમીન પર ભગવાનની સામે ન રાખવો. દીવો હંમેશા લાકડાના પાટિયા અથવા ચોખા પર રાખો.

2- સોપારી

પૂજામાં ઉપયોગમાં લેવાતી વસ્તુને હંમેશા સિક્કાની ઉપર રાખો. ફૂલોની સાથે જમીન પર ક્યારેય સોપારી ન રાખવી.

3- દેવી-દેવતાઓની મૂર્તિ

કોઈ પણ દેવી-દેવતાની મૂર્તિઓને ક્યારેય જમીન પર ન રાખો. મૂર્તિને હંમેશા આસન પર અથવા ચોખા પર રાખો.

4- ફૂલો

પૂજામાં ચઢાવેલા ફૂલને ક્યારેય જમીન પર ન રાખો. ટોપલીમાં હંમેશા ફૂલ રાખો અને ટોપલીને લાકડાના પાટિયા પર રાખો.

5- શંખ

શંખ જમીન પર રાખવાથી લક્ષ્ણી માતા ગુસ્સે થાય છે. શંખને હંમેશા મંદિરમાં કે લાકડાના પાટિયામાં રાખો.

6- કળશ

કળશની સ્થાપના કરતી વખતે તેને સીધો જમીન પર ન રાખો. કળશને હંમેશા પ્લેટમાં અથવા ચોખા ઉપર રાખો.

7- શાલિગ્રામ

શાલિગ્રામને જમીન પર ન રાખો, કારણ કે શાલિગ્રામને ભગવાન વિષ્ણુનું સ્વરૂપ માનવામાં આવે છે, તેથી શાલિગ્રામને પીળા કપડા પર રાખો.

 

Vidya Balan Education: 'પરિણીતા'થી બોલીવૂડમાં એન્ટ્રી કરનારી વિદ્યા બાલને શું કર્યો છે અભ્યાસ ? જાણો તેના વિશે

CRIME NEWS : બે માસુમ દિકરી અને પત્નીને ગોળી મારી વેપારીએ પોતે પણ કરી આત્મહત્યા, ઘટનાથી ખળભળાટ

CRIME NEWS : 8 વર્ષમાં પ્રેમીએ 14 વાર કરાવ્યો ગર્ભપાત, લિવઈનમાં રહેતી મહિલાએ કરી આત્મહત્યા

તિસ્તા સેતલવાડ કેસમાં મોટો ખુલાસો, તિસ્તાએ કોંગ્રેસ પ્રમુખના સલાહકાર પાસેથી બે વાર લાખો રૂપિયા લીધાનો SITનો દાવો