ખરાબ સમય સરળતાથી પસાર થતો નથી. આવી સ્થિતિમાં તમારું ભાગ્ય પણ સાથ છોડી દે છે. પરંતુ જેઓ ભગવાનનો હાથ પકડે છે તેઓ કોઈ પણ સંજોગોમાં એકલા રહેતા નથી. કારણ કે ભગવાન તમારા દરેક સુખ અને દુઃખમાં તમારી સાથે છે. જો કોઈ વ્યક્તિ દેવાથી મુક્તિ મેળવવા માંગે છે  અથવા કોઈના ઉધાર લીધેલા પૈસા ચૂકવવામાં અસમર્થ છે તો તેનાથી રાહત મેળવવા માટે કેટલાક ઉપાયો જણાવવામાં આવ્યા છે. જો આ ઉપાયો અમુક દિવસોમાં કરવામાં આવે તો તે ખૂબ જ અસરકારક સાબિત થાય છે. હોલિકા દહનની રાત્રિ પણ આમાંથી એક છે. આવો જાણીએ દેવાથી મુક્તિ મેળવવા શું કરવું જોઈએ.


લોટના દીવાથી કરો આ ઉપાયો-


 જો તમારા પર પેઢીઓથી ચાલતું દેવું છે અને તમે તેનાથી છૂટકારો મેળવવા ઈચ્છો છો તો લોટના દીવાથી કરવામાં આવેલા આસાન ઉપાયોથી તમે તેનાથી છૂટકારો મેળવી શકો છો. લોટના દીવાનો આ ઉપાય કરવાથી અનેક ચમત્કારી પરિણામો મળી શકે છે. આ ઉપાયોથી જીવનના અનેક અવરોધો દૂર થાય છે. આટલું જ નહીં તેઓ કોઈપણ શુભ કાર્યમાં આવતી સમસ્યાઓને દૂર કરવામાં પણ મદદગાર સાબિત થાય છે. આ ઉપાયથી વ્યક્તિને આર્થિક સંકટમાંથી પણ મુક્તિ મળે છે.


આ રીતે કરો ઉપાય-


હોલિકા દહનની રાત્રે લોટનો 5 મુખી દીવો કરો અને તેમાં તેલ ભરો. તેમાં કાળા દાણા, એક પતાસું, થોડું સિંદૂર અને તાંબાનો સિક્કો મૂકો. જે બાદ આ દીપકને હોલિકા દહનની અગ્નિથી પ્રગટાવો અને તેને નિર્જન ચોકડી પર રાખો. આ પછી, પાછું વળીને ન જુઓ અને ઘરની બહાર તમારા હાથ ધોવા. તે પછી જ ઘરમાં પ્રવેશ કરો. આ ઉપાય કરજમાંથી મુક્તિ મેળવવા અને આર્થિક સ્થિતિ સુધારવા માટે ખૂબ જ અસરકારક છે.


Disclaimer: અહીંયા આપવામાં આવેલ માહિતી માત્ર ધારણાઓ પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો.


આ પણ વાંચોઃ


પારિવારિક કંકાસ દૂર કરવાનો આ ઉપાય છે ખૂબ ચમત્કારી, ચપટી કેસર અને પાણીથી દૂર થશે કલેશ