Govardhan Puja 2024: કાર્તિક શુક્લ પક્ષની પ્રતિપદા તિથિએ ગોવર્ધન પૂજાનો તહેવાર ઉજવવામાં આવે છે, જે આ વર્ષે 2024 માં 2 નવેમ્બરના રોજ હશે. ગોવર્ધન પૂજાનો તહેવાર ખાસ કરીને ભગવાન કૃષ્ણ  (Lord Krisha) અને માતા ગાયને સમર્પિત છે. તેથી તેમાં શ્રી કૃષ્ણ અને ગાયની પૂજા કરવામાં આવે છે. આ સાથે ઈન્દ્રદેવ, વરુણ દેવ અને અગ્નિદેવની પૂજા કરવાની પણ માન્યતા છે.


ગોવર્ધનની પૂજામાં અન્નકુટ  (Annakut) પણ બનાવવામાં આવે છે. અન્નકૂટ એ 56 પ્રકારનો વિશેષ ભોગ છે, જે શ્રી કૃષ્ણને ચઢાવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ગોવર્ધન પૂજાના દિવસે અન્નકૂટ બનાવવાથી માતા અન્નપૂર્ણા પણ પ્રસન્ન થાય છે અને તેમની કૃપાથી ઘરનો અન્ન ભંડાર હંમેશા ભરેલો રહે છે.


ગોવર્ધન પૂજા પર અન્નકૂટ કેમ બનાવવામાં આવે છે?


એવું કહેવાય છે કે ગોવર્ધન પૂજા(Govardhan Parvat) પર અન્નકૂટ બનાવવા પાછળનું કારણ એ છે કે જ્યારે ઈન્દ્રદેવ આખા વ્રજમાં ભારે વરસાદ વરસાવી રહ્યા હતા, ત્યારે વ્રજના લોકો અને તેમની ગાયો અને વાછરડાઓની રક્ષા માટે ભગવાન કૃષ્ણએ પોતાની નાની આંગળીથી ગોવર્ધન પર્વતને ઉંચકીને બધાનું રક્ષણ કર્યું હતું.  અંતે ઇન્દ્રનું અભિમાન તૂટી ગયું અને તેણે વરસાદ બંધ કરી દીધો અને શ્રીકૃષ્ણની ક્ષમા માંગી.


આ પછી વ્રજના લોકોએ અનેક પ્રકારની વાનગીઓ બનાવીને ભગવાન કૃષ્ણને અર્પણ કરી, જેને અન્નકૂટ કહેવામાં આવે છે. ત્યારથી, દર વર્ષે કાર્તિક શુક્લની પ્રતિપદાના રોજ અન્નકૂટનો તહેવાર ઉજવવામાં આવે છે અને ભગવાન કૃષ્ણને છપ્પન ભોગ અર્પણ કરવામાં આવે છે.


અન્નકુટ પૂજાનું ધાર્મિક મહત્વ (Annakut Importance)


હિન્દુ ધર્મમાં અન્નકૂટ પર્વનું વિશેષ મહત્વ છે. ભક્તો આ દિવસે ગાયના છાણમાંથી ગોવર્ધન પર્વત બનાવીને પૂજા કરે છે. અન્નકૂટના દિવસે ભગવાન કૃષ્ણના બાળ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે અને ભગવાનને પણ શણગારવામાં આવે છે. ઘણી જગ્યાએ આ દિવસે કૃષ્ણ બાલ લીલાના મંચનનું પણ આયોજન કરવામાં આવે છે.


અન્નકુટ પૂજા વિધિ (Annakut Puja Vidhi 2024)


આ દિવસે ઘર, આંગણા, બાલ્કની અથવા કોઈપણ ખુલ્લી અને મોટી જગ્યામાં ગાયના છાણમાંથી ગોવર્ધન પર્વત બનાવીને તેની પુષ્પ, રોલી, અક્ષત વગેરેથી પૂજા કરવી જોઈએ. આકૃતિના આસપાસ ચોખાના લોટ અને રોલી વડે સુંદર સુંદર આકૃતિઓ બનાવો. આ ઉપરાંત કૃષ્ણની આકૃતિ પણ બનાવવામાં આવે છે અને નાભિમાં દીવો મૂકવામાં આવે છે. આ સ્થાન પર ભગવાન કૃષ્ણની મૂર્તિ અથવા ચિત્ર પણ રાખવામાં આવે છે. પૂજામાં ધૂપ, નૈવેદ્ય, ફૂલ, ફળ વગેરે ચઢાવો અને પૂજા પછી ભગવાન ગોવર્ધનની સાત વાર પ્રદક્ષિણા કરવી જોઈએ. 2 નવેમ્બર, 2024 ના રોજ સવારે 06:33 થી 08:55 સુધીનો સમય ગોવર્ધન પૂજા અથવા અન્નકૂટ પૂજા માટે શુભ રહેશે. પશુપાલકો પણ આ દિવસે તેમની ગાય અને બળદની પૂજા કરે છે.


અન્નકૂટ પૂજાથી માતા અન્નપૂર્ણાના આશીર્વાદ મળે છે


અન્નકૂટમાં ભગવાન કૃષ્ણ માટે ખાસ કરીને શાકભાજી અને અનાજ વગેરેમાંથી 56 ભોગ તૈયાર કરવામાં આવે છે. તે પૃથ્વી માતાના આભાર વિધિ તરીકે પણ ઉજવવામાં આવે છે. તેની પાછળની માન્યતા છે કે પૃથ્વી માતા પાસેથી જે પણ ખોરાક મળે છે તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવો. વિધિ મુજબ અન્નકૂટ તૈયાર કરીને ભગવાનને અર્પણ કરવાથી મા અન્નપૂર્ણાના આશીર્વાદથી પરિવારમાં ક્યારેય અન્નની કમી નથી આવતી અને અન્નનો ભંડાર ભરેલો રહે છે.


Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.


આ પણ વાંચો...


Goverdhan Puja 2024: આજે ગોવર્ધન પૂજા પર આયુષ્માન અને સૌભાગ્ય યોગ,આ મુહૂર્તમાં કરો પૂજા, મળશે અનેક લાભ