Pitru Paksha 2021: પિતૃ પક્ષને હિન્દુ ધર્મમાં મહત્વપૂર્ણ માનવામાં આવ્યો છે. પિતૃ પક્ષમાં પિતૃઓ પ્રત્યે આદર અને સન્માન વ્યક્ત કરવામાં આવે છે. તેમના કાર્ય અને યોગદાન પ્રત્યે આભાર વ્યક્ત કરવામાં આવે છે.


પિતૃ પક્ષમાં કરવામાં આવેલા કાર્યોથી પિતૃઓના આશીર્વાદ મળે છે. એવું માનવામાં આવે છે કે પિતૃ પક્ષામાં પિતૃ પ્રસન્ન થાય તો જીવનમાં આવતી અડચણો દૂર થાય છે. પિતૃ જ્યારે નારાજ થાય છે ત્યારે અનેક પ્રકારની પરેશાનીનો સામનો કરવો પડે છે.


જીવનમાં આ લક્ષણો જોવા મળે તો સમજી લો કે પિતૃ નારાજ છે



  • જમા મૂડી ધીમે ધીમે નાશ પામવા લાગે છે.

  • ઘરમાં તણાવ અને કલેશનો માહોલ રહે છે.

  • ઘરના સભ્યોમાં હંમેશા વિવાદની સ્થિતિ બનેલી રહે છે.

  • ઘરના મોટા સભ્યોના સન્માનમાં ઘટાડો થવા લાગે છે.

  • રોગોથી છૂટકારો મળતો નથી.

  • નોકરી અને વેપારમાં પરેશાની આવે છે.

  • માનસિક તણાવ અને અજ્ઞાત ભયની સ્થિતિ બની રહે છે.


પિતૃ પક્ષમાં પિતૃઓને આ રીતે કરો પ્રસન્ન


પિતૃ પક્ષમાં રોજ સવારે પિતૃઓને યાદ કરવા જોઈએ. ઘરમાં પિતૃઓ દ્વારા કરવામાં આવેલા કાર્યોની ચર્ચા કરવી જોઈએ. પિતૃઓ પ્રત્યે આદર ભાવ રાખો. ઘરની છત પર પક્ષીઓ માટે ભોજન રાખો. ગાયને રોટલી અથવા ઘાસ ખવડાવો. પિતૃપક્ષમાં ભીક્ષા માંગનારોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, તેમને નિરાશ ન કરવા જોઈએ અને યોગ્ય દાન દક્ષિણા આપવી જોઈએ. પિતૃ પક્ષમાં ક્રોધ, અહંકાર, નશો, લોભ, નિંદા વગેરેથી બચવું જોઈએ. મનમાં સકારાત્મક વિચાર કરવા જોઈએ.


પિતૃઓની મુક્તિ માટે પિંડદાનનું મહત્વ


ભાદરવા મહિનામાં આવતો શ્રાદ્ધ પક્ષ પિતૃઓની તૃપ્તી તથા પુત્રોએ માતા-પિતાના ઋણમાંથી મુક્ત થવાનો અવસર ગણાય છે. ગરૂડ પુરાણમાં નર્ક તેમજ પિતૃલોકનું વર્ણન છે. તેમાં પિતૃઓની મુક્તિ માટે પિંડદાનનું મહત્વ બતાવાયું છે. જે પુત્ર પિંડદાન અથવા શ્રાદ્ધ ક્રિયા કરે છે તેને પિતૃઓ પ્રસન્ન થઇ ધન, ધાન, સુખ, વૈભવ અને યશકિર્તી પ્રાપ્ત થાય તેવા આશિર્વાદ આપે છે.


શ્રાદ્ધ પક્ષમાં શું કરવું અને શું ન કરવું


શ્રાદ્ધના ૧૫ દિવસ દરમિયાન નવા ઘરનું વાસ્તું, યજ્ઞા, ગૃહપ્રવેશ, લગ્ન વગેરે શુભકાર્યો થતા નથી. શ્રાદ્ધના દિવસે પાંચ બાળકીઓ, બ્રાહ્મણોને જમાડવા જોઇએ.