Ram Navami 2022 Upay:રામ નવમીનો તહેવાર ચૈત્ર માસના શુક્લ પક્ષની નવમી તિથિએ ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન શ્રી રામનું વિધિવત પૂજન અર્ચન કરવાથી મનની દરેક મનોકામના પૂર્ણ થાય છે.


રામ નવમીનો તહેવાર ચૈત્ર માસના શુક્લ પક્ષની નવમી તિથિએ ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન શ્રી રામનો જન્મ થયો હતો. આ વખતે રામનવમી 10 એપ્રિલે એટલે કે આજે  છે. આ દિવસે ભગવાન શ્રી રામ, માતા સીતા અને લક્ષ્મણજીની પૂજા કરવાનો નિયમ છે. આ દિવસે ભગવાન શ્રી રામની પૂજા અને સ્તુતિ કરવાથી ભગવાન શ્રી રામ પ્રસન્ન થાય છે અને ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે. રામનવમીના દિવસે આ બે કામ કરવાથી ભગવાન શ્રી રામની કૃપા પ્રાપ્ત થઈ શકે છે. ચાલો જાણીએ..


શાસ્ત્રો અનુસાર રામ નવમીના દિવસે ભક્તો વ્રત રાખે છે અને વિધિ-વિધાન સાથે પૂજા કરે છે. આ દિવસે ઘરમાં મંદિરમાં ભગવાન શ્રી રામની તસવીર લગાવો અને તેમની સામે દીવો પ્રગટાવો. અને ભગવાનની પૂજા કરો. આ દિવસે રામાયણ, રામ સ્તોત્ર, રામાવતાર સ્તોત્રનો પાઠ કરો અને રામચંદ્રની સ્તુતિ કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે અને ભક્તો પર આશીર્વાદ વરસાવે છે.. આ દિવસે લોકો ઉપવાસ અને પૂજા કરે છે. નવરાત્રિ પણ આ દિવસે સમાપ્ત થાય છે. નવ દિવસ સુધી વિધિપૂર્વક માતા દુર્ગાની પૂજા કર્યા પછી, રામ નવમીના દિવસે કન્યા પૂજન સાથે તેનું સમાપન થાય છે.


10 વર્ષ બાદ રામનવમી પર બની રહ્યો છે દુર્લભ સંયોગ


રામનવમી પર આ વર્ષે રવિ પુષ્ય યોગ બની રહ્યો છે જે પૂરા 24 કલાક સુધી રહેવાનો છે. પુષ્ય નક્ષત્ર રવિવાર, 10 એપ્રિલે સૂર્યોદય સાથે શરૂ થશે જે આગલા દિવસે સૂર્યોદય સુધી રહશે. આ વર્ષે કુલ ચાર રવિ પુષ્ય હશે. પરંતુ 24 કલાકનો ગાળો માત્ર રામનવમીવાળા રનિ પુષ્ય યોગનો હશે. ખરીદી કરવા માટે તેને અબુઝ મૂહુર્ત પણ માનવામાં આવે છે. નોમની તિથિ  કોઈ નવા કામની શરુઆત કે ખરીદી-વેચાણ માટે બહુ શુભ માનવામાં આવે છે. આ તિથિઓ પર કરવામાં આવેલા શુભ કાર્યનો લાભ લોકોને લાંબા સમય સુધી પ્રાપ્ત થાય છે.


છેલ્લા બે દિવસ શુભ સંયોગ
રામનવમી ઉપરાંત શનિવાર 9 એપ્રિલ આઠમના દિવસે પુનર્વસુ નક્ષત્રથી છત્ર યોગ બની રહ્યો છે. પ્રોપર્ટીમાં રોકાણ હોય કે મકાન-દુકાન બનાવવાની વાત હોય, દરેક મામલે આ યોગને શુભ માનવામાં આવે છે. રામનવમી પર 10 એપ્રિલના રોજ સર્વાર્થસિદ્ધિ,રવિ પુષ્ય અને રવિયોગ હોવાથી દરેક પ્રકારના શુભ કાર્યા માટે આ દિવસે શુભ મૂહુર્ત રહેશે. નોંધનિય છે કે સમગ્ર દેશમાં રામનવમીની ધામધૂમ સાથે ઉજવણી થાય છે. આ અવસરે ઘણી જગ્યાએ ભગવાન રામની શોભાયાત્રા પણ કાઢવામાં આવે છે.


Disclaimer:અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો.