ધર્મ:  આપને આપના ઇષ્ટદેવ વિશે જાણકારી ન હોય તો આપ આપની રાશિ પ્રમાણે ઇષ્ટદેવ કોણ છે તે જાણી શકો છો કારણ કે ઇષ્ટદેવની આરાધનાથી વિશેષ ફળ મળે છે. તો જાણીએ બારેય રાશિના ઇષ્ટદેવ વિશે...

મેષ અને વૃશ્ચિક: આ રાશિના સ્વામી મંગળ છે. આ રાશિના ઇષ્ટદેવ હનુમાનજી  અને શ્રીરામ છે.

વૃષભ અને તુલા: વૃષભ અને તુલા રાશિનો સ્વામી શુક્ર ગ્રહ છે. તો આ બંને રાશિના જાતકે મા દુર્ગાની આરાધના કરવી જોઇએ. તેનાથી વિશેષ લાભ મળે છે.

મિથુન અન કન્યા: મિથુ અને કન્યા રાશિના સ્વામી બુધ ગ્રહ છે. આ કારણે આ રાશિના વ્યક્તિએ ઇષ્ટદેવ ગણેશજી અને વિષ્ણુજીનું પૂજન અર્ચન કરવું જોઇએ. તેનાથી શીઘ્રફળ મળે છે.

કર્ક: કર્ક રાશિનો સ્વામી ચંદ્ર છે. આ રાશિની વ્યક્તિએ શિવજીની આરાધના કરવી જોઇએ. તેનાથી વિશેષ લાભ મળે છે અને શીઘ્ર ફળની પ્રાપ્તિ થાય છે.

સિંહ રાશિ: સિંહ રાશિના સ્વામી સૂર્ય હોવાથી સિંહ રાશિના જાતકે મા ગાયત્રીની ઉપસાના અને ગાયત્રી મંત્રનો જાપ કરવો જોઇએ ઉપરાંત હનુમંતના સેવા પૂજાથી પણ વિશેષ લાભ થાય છે.

ધનુ અને મીન રાશિ: ધનુ અને મીન રાશિના સ્વામી ગુરૂ છે. તો આ બંને રાશિના જાતકે, વિષ્ણુજી અને લક્ષ્મીજીની ઉપસના કરવી જોઇએ. જેનાથી ત્વરિત ફળ મળે છે.

મકર અને કુંભ:મકર અને કુંભ રાશિનો સ્વામી શનિ છે. આ બંને રાશિના જાતકે શનિદેવ, હનુમાન, શિવજીની આરાધનાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે.