Rashi Parivartan :સપ્ટેમ્બર મહિનો ગ્રહ નક્ષત્રોની દષ્ટીએ ખાસ છે. આ માસમાં મંગળ શુક્ર સહિત અનેક મોટા ગ્રહોનું રાશિ પરિવર્તન થઇ રહ્યું છે. 6 સ્ટેમ્બરે  મંગળ કન્યા રાશિમાં  ગોચર કરશે અને 22 સપ્ટેમ્બર સુધી એ જ રાશિમાં રહેશે. આ રાશિ પરિવર્તન ચાર રાશિ માટે લાભકારી છે.


મેષ રાશિ
મેષરાશિનો સ્વામી મંગળ છે. મંગળ અને શુક્ર ગ્રહનું રાશિ પરિવર્તન મેષ રાશિ માટે શુભકારી નિવડશે. આ દરમિયાન આપ આપના કાર્યક્ષેત્રમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકશો. ધનના રોકાણ માટે પણ ઉત્તમ સમય છે.


વૃષભ રાશિ
આપના માટે આ ગોચર શુભ પરિણામ લઇને આવશે. આ દરિયાન ધન લાભનો યોગ પણ બનશે, આપને મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ઓફિસના સહકર્મચારી સંગ મજબૂત સંબંધ બનશે. આપના કાર્યની પ્રશંસા થશે.  નોકરી કરનાર માટે પ્રમોશનના યોગ છે. ધન સંચય કરી શકશો, સ્વાસ્થ્ય સારૂ રહેશે,


વૃશ્ચિક રાશિ
મંગળ અને શુંક્રનું રાશિ પરિવર્તન આપના માટે શુભ રહેશે, આર્થિક મોરચા પર લાભ થશે. કાર્યમાં સફળતા મળવાના જબરદસ્ત યોગ છે. માન સન્માનમાં વૃદ્ધિ થશે, પારિવારિક સુખમાં પણ વઘારો થશે. કાર્ય ક્ષેત્રમાં માન સન્માન વધશે. આ સમય દરમિયાન ધન લાભ તો થશે પરંતુ સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું


ધનુ રાશિ
ધનુ રાશિના લોકોની જવાબદારી વધશે. આ સમય દરમિયાન આપ પર કામનો બોજ પણ વઘશે, જો કે આ સમય દરમિયાન આપને મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. આર્થિક સ્થિતિમાં સુધારો આવશે, ગોચર કાલ પર આપને ભાગ્યનો સાથે મળશે. આ સમય દરમિયાન બિઝનેસ કરનાર માટે પણ શ્રેષ્ઠ છે. સારો લાભ મળશે. આ સમય દરમિયાન ધન લાભ તો થશે પરંતુ સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું


ઉલ્લેખનિય છે કે વૃષભ રાશિ, સિંહ રાશિના કન્યા રાશિ ધરાવતા લોકોની નોકરીમાં બદલાવનો યોગ સર્જાય રહ્યાં છે.  સિંહ રાશિ માટે  17 સપ્ટેમ્બર સુધીનો સમય પરેશાનીથી ભરેલ છે. 23 સપ્ટેમ્બર પછી વ્યવસાય સાથે જોડાયેલા લોકોને લાભ થશે.