Shani Amavasya 2021: પંચાગ અનુસાર આજના દિવસે મહા વદ અમાસની તિથિ છે. તેને શનેશ્વરી અમાસ પણ કહે છે. આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન, દાન અને પૂજાનું વિશેષ મહત્વ છે. ચંદ્ર આજે કુંભ રાશિમાં રહેશે. સૂર્ય, બુધ અને શુક્ર કુંભ રાશિમાં ગોચર કરી રહ્યા છે.


આજે શનિવાર અને શનેશ્વરી અમાસનો સંયોગ છે. આ દિવસે પિતૃકૃપા, શનિની પીડામાંથી શાંતિ મેળવવા માટેનો ઉત્તમ દિવસ બની રહેશે. સાથે જ વિવિધ દોષોમાંથી મુકત થવા માટે પણ વિશિષ્ટ આયોજન કરવામાં આવે છે. ખાસ કરીને આ દિવસે મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ દ્વારા વિશિષ્ટ જાપ-અનુષ્ઠાન અને પૂજન કરવામાં આવશે.


આ દિવસે શનિ ગ્રહની શાંતિના ઉપાયો કરવાથી શનિ ગ્રહનું શુભ ફળ મળે છે. આ સાથે શનિની સાડા સાતી અને ઢૈય્યા સહિત દુષ્પ્રભાવથી બચવામાં પણ મોટી મદદ મળે છે. શનિ અમાસ પર આ વખતે 4 ગ્રહોનો વિશેષ યોગ બની રહ્યો છે. સૂર્ય, ચંદ્ર, બુધ અને શુક્ર કુંભ રાશિમાં રહેશે. કુંભ શનિની રાશિ છે જ્યાં ચતુગ્રહી યુતિનો યોગ બની રહ્યો છે. આ સિયાવ આ અમાસ દર્શ અમાસની શ્રેણીમાં આવે છે. આ શ્રેણીમાં અમાસ સવારથી સાંજ સુધી તિથિ અનુસાર ગોચર કરે છે. શનિ અમાસ પર પિતૃદોષ, કાળ સર્પ દોષ, વિષ યોગ, અમાસ દોષ, શનિની સાડા સાતી, શનિની મહાદશા શાંતિના ઉપાયો માટે સારી રહે છે. આ દોષની શાંતિ માટે શનિનો અભિષેક કરવો.   


શનેશ્વરી અમાસના દિવસે કરે આ ઉપાય



  • આ દિવસે પીપળાના વૃક્ષની પરિક્રમા કરો તતથા સવારે વહેલા ઉઠીને વૃક્ષને દૂધ ચડાવો. ઉપરાંત સાંજે પશ્ચિમ દિશામાં તેલનો દીવો પ્રગટવો. 'ॐ शं शनैश्चराय नम:' મંત્ર બોલીને પરિક્રમા કરો

  • શનિ અમાસના દિવસે શનિદેવની પૂજા કરતી સમયે ॐ प्रां प्रीं प्रौं स: शनिश्चराय नम: મંત્રનો જાપ કરો. આ ઉપાય શનિ દોષને દૂર કરે છે. આ સાથે જ શનિ સ્ત્રોતનો પાઠ પણ કરવાથી સફળતા મળે છે.

  • કાળી ગાયનું પૂજન કરીને બૂંદીના 8 લાડુ ખવરાવીને તેની  પરિક્રમા કરો અને તેનું પૂંછડુ આઠ વખત પોતાના માથ અડાડો.

  • કાળા કૂતરાને રોટલી ખવડાવો. આ ઉપરાંત કાળા ઘોડાની નાળને ઘરના દરવાજા પર સ્થાપિત કરો.

  • શનેશ્વરી અમાસના દિવસે શનિદેવની સાથે ભગવાન શિવ અને હનુમાનજીની પૂજા કરો. આમ કરવાથી શનિ દોષથી છૂટકારો મળે છે અને સાથે જ દરેક પ્રકારની બાધાઓ દૂર થાય છે.