Diwali 2023: દિવાળીની પહેલા જ આ વર્ષે બે દિવસ થશે પુષ્ય નક્ષત્ર સિદ્ધિ યોગનો સંયોગ. અનેક લોકોના મનની  મનોકામના પૂર્ણ કરી શકે  છે.  જાણીતા જ્યોતિષી ચેતન પટેલના જણાવ્યા અનુસાર આવા શુભ અને બળવાન દિવસે  કરેલા સંકલ્પો પાર પડે છે.  કાર્યોની શરૂઆત કરીએ તો ધન ધાન્યની વૃદ્ધિ થાય છે સોનુ ચાંદી ઝવેરાત ખરીદવાથી સમૃદ્ધિવાન થવાય છે.  આ દિવસોએ ચોપડા લાવવા તથા સોનુ-ચાંદી  ઝવેરાત ખરીદવા તથા વેપાર ધંધાની શરૂઆત કરવા તથા  ગાડી મકાન વગેરેની ખરીદી કરવી કે ઉદ્ઘાટન કરવા માટે શુભ
દિવસ ગણવામાં આવે છે 

Continues below advertisement


આસો વદ-૦૭ શનિવાર  તા.૦૪-૧૧-૨૦૨૩ શનિ પુષ્ય નક્ષત્ર યોગ રચાય છે જેના શ્રેષ્ઠ મુહર્ત આ પ્રમાણે છે 
(ચલ લાભ અમૃત)
સમય : સવારમાં ૧૨-૨૩ થી ૧૬-૩૫ 
સાંજે ૧૭-૫૯ થી ૧૯-૩૫ અને 
રાત્રે ૨૧-૧૧ થી ૨૪-૨૪માં 


( ૨) આસો વદ-૦૮ રવિવાર
રવિ પુષ્ય નક્ષત્ર સિદ્ધિ યોગ તા.૦૫-૧૧-૨૦૨૩ 
સમય : સવારના ૦૮-૧૧ થી ૧૦-૨૮ (ચલ ,લાભ)  સુધીમાં ચોપડા લાવવા સોનું ચાંદી ખરીદવા શુભ કાર્યનું મુહર્ત કરવા 



જ્યોતિષશાસ્ત્ર અનુસાર પુષ્ય નક્ષત્ર તમામ ૨૭ નક્ષત્રોમાં શ્રેષ્ઠ અને  બળવાન ગણાયું છે.  તેનો સંયોગ  જ્યારે ગુરુવાર અને  રવિવાર  જેવા વાર સાથે હોય ત્યારે તેને આપણે ગુરૂપુષ્યામૃત કે રવિ પુષ્યામૃત જેવો શ્રેષ્ઠ અને બળવાન સિદ્ધિયોગ થાય છે.   તેજ રીતે શનિવાર અને પુષ્ય નક્ષત્ર હોય ત્યારે પણ સિદ્ધિયોગ બને છે કેમ કે શનિ પોતે પુષ્ય નક્ષત્રનો સ્વામી છે.  શાસ્ત્રમાં  શનિ પુષ્યામૃત યોગ પણ વિશિષ્ટ કાર્યો જેવા કે વેપાર ધંધાનું ઓપનિંગ હોય કે મુહૂર્ત મોટો ઓર્ડર આપવો હોય  કે લેવો તથા નવા વર્ષના ચોપડા લેવાના હોય કે ઓર્ડર આપવો કે ગાડી મકાન જમીન ઓફિસ કે દુકાનની ખરીદી  કરવી કે દસ્તાવેજી કાર્યો કરવાના હોય  તથા  ફેક્ટરીમાં ઉત્પાદન શરૂ કરવાનું હોય,  રોકાયેલા કાર્યો માટે ફરી કાર્ય શરૂ કરવું વગેરે માટે શ્રેષ્ઠ અને  સિદ્ધિદાયક પુરવાર થઈ શકે છે. 
 
રવિવારે સૂર્યોદય સમયે  શરૂ થઈ પુષ્ય નક્ષત્ર  સવારે 10 -28 મિનિટ સુધી જ રહેવાનું હોવાથી આ જ સમય માં સોના-ચાંદી ઝવેરાતની ખરીદી અથવા તેનું પૂજન  કરવામાં આવે તેનેજ સિદ્ધિ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરવા વાળું ગણવામાં આવે છે.  


Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial